Home /News /ahmedabad /આવતીકાલથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરાશે, વિદ્યાર્થીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી!

આવતીકાલથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરાશે, વિદ્યાર્થીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી!

આવતીકાલથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરાશે

Board Exam: આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા 12 સાયન્સના ફોર્મ આવતીકાલથી ભરવાના શરૂ થશે તેવી જાણકારી આપવામાં આવી છે.

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. જે અંતર્ગત આવતીકાલે ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરાવાનું શરૂ થશે. રાજ્યભરમાં અંદાજે દોઢ લાખ વિધાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે વિધાર્થીઓએ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. આ ફોર્મ ભરતા સમયે શુ ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ


દિવાળીનું વેકેશન પૂર્ણ થવાની સાથે 10 નવેમ્બરથી ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ જશે. તેમા પણ ખાસ કરીને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના પરીક્ષાના ફૉર્મ ભરાવાની શરૂઆત થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા વિજ્ઞાન પ્રવાહ ધરાવતી રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકઓને ધોરણ 12 સાયન્સના ફોર્મ આવતીકાલથી ભરવાના શરૂ થશે તેવી જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, યાદીમાં આ નેતાઓના નામ જાહેર થઈ શકે છે

બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે


માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2023ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ ફોર્મ 10 નવેમ્બર 2022થી 9 ડિસેમ્બર 2022 સુધી ભરી શકશે. આવતીકાલથી બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. જે 9 ડિસેમ્બર સુધી રાત્રીના12 વાગ્યા સુધી ભરી શકાશે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકશે. બોર્ડ દ્વારા નિર્ધારિત સમયમાં ફોર્મ ભરી દેવા વિધાર્થીઓને જણાવ્યું છે.

વિદ્યાર્થીઓના આવેદનપત્રો ઓનલાઇન ભરવાના રહેશે


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. આ ફોર્મ ભરવાને લાગતી તમામ વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. મહત્વનું છે કે, માર્ચ 2023માં યોજાનારી ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈ થોડા સમય અગાઉ ધોરણ 10ના ફોર્મ ભરવામાં આવ્યા હતા. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પણ ફોર્મ ભરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઓનલાઈન ફોર્મ ભરતા સમયે કોઈ ભૂલ ન થાય તે માટે ચોક્સાઈથી ફોર્મ ભરવા વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Board exam, GSEB, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ

विज्ञापन
विज्ञापन