Home /News /ahmedabad /ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો કકળાટ: અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા

ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો કકળાટ: અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા

ગઇકાલે જ ચેતન રાવલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે મિટિંગે થઇ હતી.

Gujarat Politics: ચેતન રાવલે કોંગ્રેસ પર પ્રહારો કરી કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. તો તેમના સમર્થનમાં પૂર્વ કોર્પોરેટર ગોવિંદ પરમારે પણ રાજીનામું આપ્યુ હતું. આ તરફ ભગવંત માન સાથે ફોટો વાયરલ થતા ભાજપના કિશનસિંહને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સ્પેન્ડ કરાયા છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ કોંગ્રેસને રામ રામ કહી ચૂકેલા અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા છે. આપ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં રાવલની સાથે પૂર્વ CM છબલીદાસ મહેતાના પુત્રી નિતાબેન મોદી અને હળવદ પાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખ પટેલ પણ આપમાં જોડાયા હતા.

  તાજેતરમાં ચેતન રાવલે કોંગ્રેસ પર પ્રહારો કરી કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. તો તેમના સમર્થનમાં પૂર્વ કોર્પોરેટર ગોવિંદ પરમારે પણ રાજીનામું આપ્યુ હતું. આ તરફ ભગવંત માન સાથે ફોટો વાયરલ થતા ભાજપના કિશનસિંહને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે.  તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ છોડનાર ચેતન રાવલ પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રબોદ રાવલના પુત્ર છે. પ્રબોદ રાવલનો એક સમય હતો કે કોગ્રેસમાં તેમનો બોલ જીલાતો હતો. કોંગ્રેસ પક્ષમાં ચેતન રાવલ અનેક જવાબાદરી મળી હતી. અમદાવાદ શહેર પ્રમુખથી લઇ પ્રદેશ મહામંત્રી જવાબદારી નિભાવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અગાઉ પણ કોંગ્રેસ ઝટકો મળી ચુક્યાછે. બે દિવસ પહેલા શહેર કોંગ્રેસના સંગઠનમાંથી રાજીનામા ધરી દેવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો- ઉના ખાતે સીઆર પાટીલે સભા ગજવી, દ્વારકામાં દબાણો દૂર કરવાને લઈ બોલ્યા કહ્યું- હજુ ઘણું બધું થશે

  જોકે ગઇકાલે જ ચેતન રાવલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે મિટિંગે થઇ હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા એવી પણ ચર્ચા થઇ રહી છે કે, હવે કોંગ્રેસનું બળ ઘટી રહ્યું છે અને સંગઠનના આંતરિક કલેહથી નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly elections, Gujarat AAP, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन