Home /News /ahmedabad /વિદેશી વિધાર્થીઓને ભણવા માટે ગુજરાત ગમ્યું: 324 વિધાર્થીઓએ અલગ અલગ યુનિ.માં લીધુ એડમિશન
વિદેશી વિધાર્થીઓને ભણવા માટે ગુજરાત ગમ્યું: 324 વિધાર્થીઓએ અલગ અલગ યુનિ.માં લીધુ એડમિશન
વિદેશી વિધાર્થીઓને ભણવા માટે ગુજરાત ગમ્યું
અફઘાનિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ ડામાડોળ છે છતાં 17 વિધાર્થીઓએ અલગ અલગ કોર્સમાં એડમિશન લીધા છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી વધુ વિદેશી વિધાર્થીઓએ એડમિશન લેતા આ યુનિવર્સિટી વિધાર્થીઓની પહેલી પસંદ બની છે.
અમદાવાદ, અભ્યાસની દ્રષ્ટિએ ગુજરાત વિદેશી વિધાર્થી માટે ફેવરિટ બની રહ્યું છે. ગુજરાતમાં અભ્યાસની વિવિધ સવલતો ટેકનોલોજી હવે વિદેશી વિદ્યાર્થીઓને પણ આકર્ષી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રીલેશન ICCR દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં આ વર્ષે 324 વિધાર્થીઓએ રાજયની વિવિધ યુનિવર્સિટીમાં એડમિશન લીધા છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી વધુ વિદેશી વિધાર્થીઓએ એડમિશન લેતા આ યુનિવર્સિટી વિધાર્થીઓની પહેલી પસંદ બની છે. આ વિધાર્થી અમીન ઉલ્લાહ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. તે ભારત અભ્યાસ માટે આવ્યો છે. જે માટે તેણે GTUમાં BE કમ્પ્યુટર એન્જોયરીગ એડમિશન લીધું છે. તો બીજીતરફ મહમદ ઉલ્લાહ પણ અફઘાનિસ્તાનની રહીશ છે તેણે GTU એફિલેશન વાળી કોલેજમાં MBAમાં એડમિશન લીધું છે. અફઘાનિસ્તાન હતો ત્યારથી GTU વિશે ઘણું સાંભળ્યું હતું જેથી GTU માં એડમિશન લીધું છે.
આ બંને વિધાર્થીની જેમ અલગ અલગ 31 દેશો માંથી કુલ 114 વિધાર્થી ઓએ GTU માં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અંગોલથી 9, બાંગ્લાદેશથી 6, ઇથોપિયાથી 5, ગામબીયાથી 9, મોઝમબીક્યુંથી 12, નેપાળથી 6, સોમાલિયાથી 11 અને યુગાન્ડાથી 4 ઉપરાંત ઈરાન, અફઘાનિસ્તાન, જાપાન, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, તાંજાનીયા વિવિધ પ્રકારના દેશોમાંથી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. એન્જીનીયરીંગ, ફાર્મસી, MBA UG અને PG કોર્સમાં એડમિશન લીધા છે.
અફઘાનિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ ડામાડોળ છે છતાં 17 વિધાર્થીઓએ અલગ અલગ કોર્સમાં એડમિશન લીધા છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી વધુ વિદેશી વિધાર્થીઓએ એડમિશન લેતા આ યુનિવર્સિટી વિધાર્થીઓની પહેલી પસંદ બની છે. દરવર્ષે ICCR દ્વારા વિદેશી વિધાર્થી GTUની પસંદગી કરે છે. અફઘાનિસ્તાનથી ગતવર્ષે 12 વિદ્યાર્થીઓ અને આ વર્ષે 17 વિધાર્થીએ પ્રવેશ મેળવ્યો છે. મહત્વનું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સારી સવલતો અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સ્કોલરશિપને લઈ વિદેશના વિદ્યાર્થીઓનો ઝુકાવ ગુજરાત તરફ વધ્યો છે.