Home /News /ahmedabad /Ahmedabad: Marengo CIMS Hospitalમાં હવે વધારાનું લોહી ચઢાવ્યા વિના થશે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, આ ટેક્નોલોજી મદદરૂપ થશે
Ahmedabad: Marengo CIMS Hospitalમાં હવે વધારાનું લોહી ચઢાવ્યા વિના થશે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, આ ટેક્નોલોજી મદદરૂપ થશે
બ્લડ કોમ્પોનન્ટ, ક્લોટિંગ ફેક્ટર આપી બ્લડ રોકી શકાશે
શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા વિના ટ્રાન્સપ્લાન્ટ સહિતની મોટી સર્જરી થઈ શકે તે માટે જર્મનીની વેરફેન સાથે ટાઇઅપ કર્યું છે.સર્જરી દરમિયાન દર્દીને લોહી ચઢાવવામાં 90 %, આઈસીયુ રોકાણમાં 25 % અને કિડનીને થતું નુકસાન 70 % તેમજ સર્જરી દરમિયાન થતાં મૃત્યુદરમાં ઘટાડો થશે.
Parth Patel, Ahmedabad: દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌ પ્રથમવાર અમદાવાદની હોસ્પિટલમાં વધારાનું લોહી ચઢાવ્યા વિના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વખતે સામાન્ય રીતે 3 થી 4 યુનિટ બ્લડ ચઢાવવાની જરૂર પડતી હોય છે. પરંતુ નવી ટેકનિકથી હવે તેની જરૂર નહિ પડે. ત્યારે આ પ્રકારની સર્જરી માટે અમદાવાદની મેરિન્ગો સિમ્સ હોસ્પિટલે જર્મનીની વેરફેન કંપની સાથે ટાઈઅપ કર્યું છે.
નવી ટેક્નોલોજીમાં જો ચાલુ સર્જરીએ બ્લીડિંગ થશે તો એક 10 મિનિટના રિપોર્ટને આધારે બ્લીડિંગ થવાનું કારણ જાણી તેને 30 મિનિટની અંદર રોકી શકાશે. સામાન્ય રીતે સર્જરી દરમિયાન વધુ પડતાં બ્લીડિંગને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાતો હોય છે. તેમ જ લોહી ચઢાવ્યા બાદ પણ દર્દીને કિડની પર અસર થતી હોય છે.
આવા કેસોમાં જોખમ ઘટાડવા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા વિના ટ્રાન્સપ્લાન્ટ સહિતની મોટી સર્જરી થઈ શકે તે માટે જર્મનીની વેરફેન સાથે ટાઇઅપ કર્યું છે. આ ટેક્નોલોજીથી ચાલુ સર્જરીએ 30 મિનિટમાં બ્લીડિંગ અટકાવી શકાતું હોવાથી સર્જરી દરમિયાન દર્દીને લોહી ચઢાવવામાં 90 %, આઈસીયુ રોકાણમાં 25 % અને કિડનીને થતું નુકસાન 70 % તેમજ સર્જરી દરમિયાન થતાં મૃત્યુદરમાં ઘટાડો થશે.
મેરિન્ગો સિમ્સ હોસ્પિટલના હાર્ટ-લંગ્સ ટ્રાન્સપ્લાન્ટના પ્રોગ્રામ ડિરેક્ટર ડો. ધિરેન શાહના જણાવ્યા મુજબ હોસ્પિટલ જર્મનીની વેરફેન કંપની સાથે મળી જેમવેબ લાઇવ ટેક્નોલોજીથી બ્લડલેસ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાશે. તેમજ સર્જરી દરમિયાન દર્દીને થતાં બ્લીડિંગનું કારણ આધુનિક મશીન દ્વારા માત્ર 10 મિનિટમાં શોધી 30 મિનિટમાં લોહી વહેતું અટકાવી શકાશે. જેથી દર્દીને લોહી ચઢાવવું પડશે નહિ અને બ્લડ ટ્રાન્સફ્યુઝનથી થતા કોમ્પિલકેશનનું પ્રમાણ ઘટાડી શકાશે.
બ્લડ કોમ્પોનન્ટ, ક્લોટિંગ ફેક્ટર આપી બ્લડ રોકી શકાશે
દરેક સર્જરી દરમિયાન વેરફેનના ડિરેક્ટર ડો. ક્લાઉસ ગોર્લિંગર માર્ગદર્શન આપશે. સર્જરી દરમિયાન જો દર્દીને બ્લીડિંગ થાય તો તેના લોહીના સેમ્પલનું મશીન પર એનાલિસીસ કરાય છે. એનાલિસીસ રિપોર્ટ માત્ર 10 મિનિટમાં આવી જાય છે. આ રિપોર્ટને આધારે દર્દીને બ્લીડિંગ થવાનું ચોક્કસ કારણ શોધી હોલ બ્લડ ચઢાવવાને બદલે ફાઇબ્રિનોજન, પ્લેટલેટ, બ્લડ કોમ્પોનન્ટ અથવા ક્લોટિંગ ફેક્ટર આપીને માત્ર 30 મિનિટમાં બ્લીડિંગ રોકી શકાય છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.