Home /News /ahmedabad /Ahmedabad: રિવરફ્રન્ટ પર યોજાનારી નેશનલ ગેમ્સને સ્વદેશી ડ્રોન્સ બનાવશે ખાસ; નજારો જોવાનું ચૂકશો નહી

Ahmedabad: રિવરફ્રન્ટ પર યોજાનારી નેશનલ ગેમ્સને સ્વદેશી ડ્રોન્સ બનાવશે ખાસ; નજારો જોવાનું ચૂકશો નહી

શહેરની જનતાને પ્રવેશ મેળવવા માટે ચાર્જ ચુકવવાનો રહેશે નહીં

અમદાવાદ શહેરમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 5 શહેરોમાં 36માં નેશનલ ગેમની શરૂઆત કરવામાં આવશે. તે પહેલાં સાબરમતી નદી પર એક સાથે 600 જેટલા ડ્રોન ઉડાડી ડ્રોન શો યોજાશે.

    Parth Patel, Ahmedabad : આ વખતે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી નદી પર એક સાથે 600 જેટલા ડ્રોન શો નું આયોજન રાખવામાં આવ્યું છે.

    ગુજરાતના 5 શહેરોમાં 36માં નેશનલ ગેમ્સની શરૂઆત

    અમદાવાદ શહેરમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 5 શહેરોમાં 36માં નેશનલ ગેમની શરૂઆત કરવામાં આવશે. તે પહેલાં સાબરમતી નદી પર એક સાથે 600 જેટલા ડ્રોન ઉડાડી ડ્રોન શો નું આયોજન કરવામાં આવ્યું છે.

    શહેરની જનતાને પ્રવેશ મેળવવા માટે ચાર્જ ચુકવવાનો રહેશે નહીં

    આ માટે આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવેલા છે. આ સ્વદેશી ડ્રોન શો નું અમદાવાદ શહેરમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવેલુંછે. જેમાં અમદાવાદ શહેરની જનતાને પ્રવેશ મેળવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવાનો રહેશે નહીં.

    IIT દિલ્હીના વિદ્યાર્થીઓએ સ્વદેશી ડ્રોન બનાવ્યા

    આ અંગે આઈસીએમ ડાયરેક્ટર ચંદ્રસિંહે જણાવ્યું હતું કે આઇઆઇટી દિલ્હીના વિદ્યાર્થીઓએ સ્વદેશી ડ્રોન બનાવીને આ ડ્રોન શો નું આયોજન કરવામાં આવ્યું છે. 36માં નેશનલ ગેમ ઓપનિંગ સેરેમની દરમિયાન એટલે કે 28મી સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર એક સાથે 600 ડ્રોન ઉડાડવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચલાવી રહ્યાં છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સ્વદેશી ડ્રોન તૈયાર કર્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 600 જેટલા ડ્રોન અમદાવાદ શહેરમાં 36માં નેશનલ ગેમ્સની રમતમાં ભાગ લેશે અને અમદાવાદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય શો યોજાશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad river front, Drown, India Sports

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन