Home /News /ahmedabad /અમદાવાદનો આ પરિવાર વર્ષોથી બનાવે છે માટીના ડિઝાઇનવાળા ગરબા, આ વર્ષે 50 હજારનો બિઝનેસ કર્યો

અમદાવાદનો આ પરિવાર વર્ષોથી બનાવે છે માટીના ડિઝાઇનવાળા ગરબા, આ વર્ષે 50 હજારનો બિઝનેસ કર્યો

આ પરિવાર વર્ષોથી ડિઝાઇન વાળા માટીના ગરબા બનાવે છે

Colorful Clay Garba: નવરાત્રિ આવે એટલે અમદાવાદનો પ્રજાપતિ પરિવાર માટલા બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે, 50 વર્ષથી આ પરિવાર માટીના રંગબેરંગી ગરબા તૈયાર કરે છે. આ વર્ષે નવરાત્રિમાં લગભગ 50 હજારથી વધારેનો બિઝનેસ કર્યો છે.

અમદાવાદ: નવરાત્રિના દિવસે ઘરે ઘરે માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની સ્થાપના કરવામાં આવતી હોય છે. ચાચર ચોકમાં માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની અંદર માતાજીનો દીવો મુકીને મહિલા દ્વારા ગરબા ગવાતા હોય છે. આજના આધુનિક સમયમાં પણ આ પ્રથા ચાલી આવી રહી છે. ત્યારે અમદાવાદના પ્રજાપતિ પરિવારે આ વખતે અવનવા ગરબાની પેટન તૈયાર કરી હતી.

50 વર્ષથી પરિવાર માટીના રંગબેરંગી ગરબા તૈયાર કરે છે


નવરાત્રિ આવે એટલે અમદાવાદનો પ્રજાપતિ પરિવાર માટલા બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. એક બે નહીં પરંતુ છેલ્લા 50 વર્ષથી આ પરિવાર માટીના રંગબેરંગી ગરબા તૈયાર કરે છે. અત્યાર સુધીમાં 5000 જેટલા ગરબાનું વેચાણ કરી ચૂકેલો આ પરિવાર નવરાત્રિમાં માતાજીના ગરબા, માટલા અને કોડીયા થકી સૌથી વધુ બિઝનેસ કર્યો છે. વારસાગત વ્યવસાય સાથે સંકળાયેલા કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે.



આ પણ વાંચો: દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવતું ડિવાઇસ બનાવ્યું

સિઝનમાં 400થી 500 માટલા ડેકોરેટ કરીએ છીએ: મીનાક્ષી પ્રજાપતિ


આ વર્ષ પણ એક મહિના પહેલાથી રંગબેરંગી ગરબા તૈયાર કર્યા હતા. આ અંગે ગરબા બનાવનાર મીનાક્ષી પ્રજાપતિનું કહેવું છે કે, સિઝનમાં અમે 400થી 500 માટલા ડેકોરેટ કરીએ છીએ. આ એક માટલા(ગરબા)ની 50 રૂપિયા જેટલી કિમંત રાખી છે. મોટાભાગે માટલાની કિંમત તેની સાઈઝ પ્રમાણે હોય છે. આ કળા હું મારી દાદી પાસેથી શીખી હતી. ત્યારે આ વર્ષે નવરાત્રિમાં લગભગ 50 હજારથી વધારેનો બિઝનેસ થયો છે.

રંગબેરંગી ગરબાની કિંમત 100 રૂપિયા


આ પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી રંગબેરંગી ગરબા તૈયાર કરવાનું કામ કરી રહ્યો છે. ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ ગ્રાહકો માટે હોલસેલ ભાવે અંદાજે 40 રૂપિયા રાખવામાં આવે આવે છે. બજારમાં આ ગરબાનું છુટકમાં 100 રૂપિયાની આસપાસ વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગે કૈલાશબેનનું કહેવું છે કે, આ વારસાગત કળા તેમની માટે ખૂબ જ ફળદાયી નીવડી છે. શરદ પૂનમના અવસરે આખા નવરાત્રિમાં થયેલી આવક પર જોઈએ તો સૌથી વધુ વેચાણ નવરાત્રિના પહેલા નોરતે થયું હતું.

આ પણ વાંચો: આ વળી નવું આવ્યું, આ ફ્રોઝન યોગર્ટ શું છે, 10થી વધુ વેરાયટી અને 100 ફ્લેવર

ડિઝાઇન વાળા ગરબાની બજારમાં સારી બોલબાલા


નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ કેન્દ્રોમાં ડિઝાઇન વાળા ગરબાની પણ સારી બોલબાલા જોવા મળે છે. માટીના ગરબાને એક એકથી ચડિયાતા રંગોથી સુશોભિત કરી તેના પર અવનવા પ્રકારની ડિઝાઇન દોરી વધુ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવે છે. આધુનિક સમયની અંદર બજારમાં તાંબા પિત્તળના ગરબા જોવા મળી રહ્યા છે, પરંતુ ભારતીય પરંપરાગત સંસ્કૃતિ હાલમાં માટીના રંગબેરંગી ગરબામાં જોવા મળે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Garba, Navratri 2022, Small-business, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन