Home /News /ahmedabad /વર્ષ 2023માં આ ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્લાઈટ બુકિંગ પર 14 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જાણો પૂરી વિગત

વર્ષ 2023માં આ ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્લાઈટ બુકિંગ પર 14 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જાણો પૂરી વિગત

ફ્લાઈટ બુકિંગ પર 14 ટકા ડિસ્કાઉન્ટ

Flight Booking: ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમની માલિકી ધરાવતી અને ભારતની મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે  પોતાની પ્રથમ ફલાઈટ ટિકિટ બુક કરાવનારા  ગ્રાહકો માટે આજે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
Flight Booking: ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમની માલિકી ધરાવતી અને ભારતની મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે  પોતાની પ્રથમ ફલાઈટ ટિકિટ બુક કરાવનારા  ગ્રાહકો માટે આજે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ ઓફર માત્ર નવા યુઝર્સને લાગુ પડશે અને તેનો ઉપયોગ માત્ર ડોમેસ્ટીક ફલાઈટ બુકીંગ માટે થઈ શકશે. યુઝર્સ ડોમેસ્ટીક  રૂટની તેમની પ્રથમ ફલાઈટ બુકીંગમાં 14 ટકા સુધી અને મહત્તમ રૂપિયા 1,000 ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

ઓફર વ્યક્તિ દીઠ એક જ વખતના ઉપયોગમાં આવશે


ફલાઈટ બુકીંગ ઉપર મિનિમમ ઓર્ડર વેલ્યુની કોઈ જરૂરિયાત રહેશે નહી. આ ઓફર વ્યક્તિ દીઠ એક જ વખતના ઉપયોગ માટે માન્ય રહેશે. આ ડિસ્કાઉન્ટ વિસ્તારા, સ્પાઈસ જેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, ઈન્ડીગો અને એર ઈન્ડિયાના એરલાઈન્સના નવા યુઝર્સને લાગુ પડશે. કેન્સલેશન સમયે કોઈ સવાલ પૂછવામાં નહી આવે અને તેમની ફલાઈટ બુકીંગના કેન્સેલેશનમાં 100 ટકા રિફંડ આપવવામાં આવશે. પેટીએમના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે તેઓ યુઝર્સને ફલાઈટ બુકીંગની અવિરત સુગમતા પૂરી પાડવા માંગે છે. ટિકિટ લેવામાં સરળતાની સાથે સાથે તેઓ યુઝર્સને મોટુ ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરી રહ્યા છે અને એ મારફતે વધુ બચત કરવામાં સહાય રહ્યા છે.

આ પણ વાંચો: ‘...જો અહીંયા રહેવું હોય તો માર ખાવો પડશે’ પતિના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત

પેટીએમ ટ્રાવેલ બુકીંગ માટેનુ પસંદગીનુ પ્લેટફોર્મ


બુકીંગના આવા અનુભવની સાથે સાથે પેટીએમ ગ્રાહકોને પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, ડેબીટ કાર્ડઝ,ક્રેડીટ કાર્ડઝ નેટ બેંકીંગ સહિતની સુવિધા પૂરી પાડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેટીએમ ટ્રાવેલ બુકીંગ માટેનુ પસંદગીનુ પ્લેટફોર્મ છે તથા તે એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ની એકરેડીટેડ ટ્રાવેલ એજન્ટ છે. તે ફ્રિકેન્સલેશન અને રિફંડ તેમજ ઈન્સ્યોરન્સની અપાર સુવિધા પુરી પાડે છે.

આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

પેટીએમથી એક દિવસમાં કેટલાં રુપિયાનો ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.


ડિજિટલ ઈન્ડિયાના કોન્સેપ્ટ સાથે આખુંય વિશ્વ હાલ ડિજિટલઈઝેશન અપનાવી રહ્યું છે. નોટબંધી અને જીએસટીનાં કાયદા બાદ પેમેન્ટ કરવા માટે હવે રોકડ કરતા ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા માધ્યમોના ઉપયોગમાં વધારો થયો છે. નાની દુકાન હોય કે, શાકભાજી વેચતો વ્યક્તિ જે પેટીએમની સુવિધા રાખતો થઈ ગયો છે. શોપિંગ કરવું હોય, જમવાનું મંગાવવું હોય કે કેબ બુક કરાવવી હોય, પેમેન્ટ તો ઓનલાઈન થાય છે પરંતુ આ સાથે એ જાણવું જરૂરી છે કે આ ઓનલાઈન પેમેન્ટ એપના માધ્યમથી તમે એક દિવસમાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પેટીએમની વાત કરીએ તો પેટીએમ દ્રારા એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીની ચૂકવણીની છૂટ આપે છે. જો કે, પેટીએમમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા ન હોવાથી લોકો માટે અત્યંત સુવિધા પેટીએમ દ્રારા રહે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Flights, Online Booking, Travel

विज्ञापन