LIVE: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણીનું એલાન, 4 ફેબ્રુઆરીથી મતદાન, 11 માર્ચે થશે મત ગણતરી

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 3:04 PM IST
LIVE: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણીનું એલાન, 4 ફેબ્રુઆરીથી મતદાન, 11 માર્ચે થશે મત ગણતરી
છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી એ ઘડી છેવટે આવી પહોંચી અને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે. 690 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં 16 કરોડ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ રાજ્યોમાં વિવિધ તબક્કામાં 4થી ફેબ્રુઆરીથી મતદાન થશે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે અને 11મી માર્ચે પાંચેય રાજ્યોની મત ગણતરી થશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 3:04 PM IST
નવી દિલ્હી #છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી એ ઘડી છેવટે આવી પહોંચી અને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે. 690 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં 16 કરોડ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ રાજ્યોમાં વિવિધ તબક્કામાં 4થી ફેબ્રુઆરીથી મતદાન થશે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે અને 11મી માર્ચે પાંચેય રાજ્યોની મત ગણતરી થશે.

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણીપુર અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પાંચ રાજ્યોની 690 બેઠકો માટે ચૂંટણી થશે. જેમાં અંદાજે 16 કરોડ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બધા રાજ્યોમાં ઇવીએમ દ્વારા મતદાન કરાશે.

ગોવા, મણીપુર અને પંજાબ વિધાનસભાનો કાર્યકાલ 18 માર્ચે ખતમ થાય છે. જ્યારે ઉત્તરાખંડ વિધાનસભાનો કાર્યકાળ 26 માર્ચે પુરો થાય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાનો કાર્યકાલ 27 માર્ચે પુરો થાય છે. ગત ડિસેમ્બરમાં ચૂંટણી પંચે આ રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડને પત્ર લખીને જાણ કરી હતી કે આગામી માર્ચ માસમાં થનારી બોર્ડની વાર્ષિક પરીક્ષાઓના કાર્યક્રમને ચૂંટણી પંચને પુછીને જ બનાવે.

ગોવા વિધાનસભામાં 40 બેઠકો છે તો મણીપુરમાં 60 બેઠકો, પંજાબમાં 117, ઉત્તરાખંડમાં 70 બેઠકો અને ઉત્તરપ્રદેશમાં 403 બેઠકો છે.

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણીપુર અને પંજાબમાં આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કાંટાની ટક્કર છે. યૂપીમાં સત્તાધારી પાર્ટી સપા જાતે જ આંતરિક કલેહમાં સળગી ઉઠી છે. સીએમ અખિલેશ અને પિતા મુલાયમસિંહ વચ્ચે ભારે રસાકસી છે. અહીં સપા અને ભાજપ વચ્ચે ટક્કર જોવાઇ રહી છે. તો પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. પંજાબમાં અકાલી ભાજપ ગઠબંધન બીજી વાર સત્તામાં આવવા માટે જોર લગાવી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોરદાર ટક્કર આપે એમ છે.

આ પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા સહિત અન્ય રાજકીય પક્ષો અને દિગ્ગજ નેતાઓની કસોટી થશે.

#ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણીપુર અને પંજાબમાં થશે ચૂંટણી

# પાંચ રાજ્યોની 690 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન

#અંદાજે 16 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

#મતદારો માટે મતદાન સહાય કેન્દ્ર ઉભા કરાશે

#પાંચેય રાજ્યોમાં ઇવીએમ દ્વારા મતદાન કરાશે

#મતદારોને કલર ફોટો આઇડી સ્લિપ મળશે

#1 લાખ 85 હજાર બુથ પર થશે મતદાન

#ગોવામાં 4થી ફેબ્રુઆરીએ થશે મતદાન

#પંજાબમાં 4 ફેબ્રુઆરીએ થશે મતદાન

#ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરીએ થશે મતદાન

#મણીપુરમાં 4 માર્ચે થશે મતદાન

#ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં થશે મતદાન

#યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીએ

#યૂપીમાં બીજા તબક્કાનું મતદાન 18 ફેબ્રુઆરીએ

#યૂપીમાં ત્રીજા તબક્કાનું મતદાન 19 ફેબ્રુઆરીએ

#યૂપીમાં ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ

#યૂપીમાં પાંચમા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ

#યૂપીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 4થી માર્ચે કરાશે

#યૂપીમાં સાતમા અને આખરી તબક્કાનું મતદાન 8મી માર્ચે કરાશે

#પાંચેય રાજ્યોની મત ગણતરી એક સાથે 11 માર્ચે કરાશે

 

 
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर