પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2017: કયા રાજ્યમાં ઉમેદવારો 28 લાખ સુધી ખર્ચ કરી શકશે?

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 1:58 PM IST
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2017: કયા રાજ્યમાં ઉમેદવારો 28 લાખ સુધી ખર્ચ કરી શકશે?
ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઉમેદવારો માટે કેટલીક વધુ કડકાઇ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીમાં 20 અને 28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ઉમેદવારો 28 લાખ રૂપિયા સુધી જ ખર્ચ કરી શકશે તો ગોવા અને મણીપુરમાં ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂ.20 લાખ રાખવામાં આવી છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 1:58 PM IST
નવી દિલ્હી #કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આજે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જંગનો શંખ ફૂંક્યો છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર પાંચ રાજ્યોમાં 4થી ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં વિવિધ સાત તબક્કામાં મતદાન થશે જ્યારે પાંચેય રાજ્યોમાં એક સાથે 11 માર્ચે મત ગણતરી કરાશે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઉમેદવારો માટે કેટલીક વધુ કડકાઇ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીમાં 20 અને 28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ઉમેદવારો 28 લાખ રૂપિયા સુધી જ ખર્ચ કરી શકશે તો ગોવા અને મણીપુરમાં ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂ.20 લાખ રાખવામાં આવી છે.

# પાંચ રાજ્યોમાં 690 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન

#તમામ મતદારોને રંગીન મતદાર ઓળખપત્ર અપાશે

#પાંચ રાજ્યોમાં કુલ 1 લાખ 85 હજાર પોલિંગ બુથ પર થશે મતદાન

# દરેક રાજ્યમાં ઇવીએમ દ્વારા થશે ચૂંટણી

#ગોવામાં મતદારો જાણી શકશે કે એમણે કોને મત આપ્યો

#ઇવીએમ પર નોટા વિકલ્પ પણ અપાશે

#કેટલાક બુથ પર મહિલાઓ માટે અલગ વ્યવસ્થા

#ઉમેદવારોએ જણાવવું પડશે કે એમની સામે કોઇ કેસ નથી

#ઉમેદવારોએ નો ડિમાન્ડ સર્ટીફિકેટ આપવું પડશે

#રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

#યૂપી પંજાબ અને ઉત્તરાખંડમાં ઉમેદવારો 28 લાખ સુધી જ ખર્ચ કરી શકશે

#મણીપુર અને ગોવામાં ઉમેદવારો 20 લાખ સુધી જ ખર્ચ કરી શકશે

#ઉમેદવારોએ જણાવવું પડશે કે તેઓ વિદેશી નથી.

#20 હજાર કરતાં વધુની લેણદેણ બેંક દ્વારા જ કરવામાં આવશે
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर