ઓસ્ટ્રેલિયા: મેલબોર્નના શોપિંગ સેન્ટર પર પ્લેન થયું ક્રેશ, તમામ મુસાફરોના મોત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ઓસ્ટ્રેલિયા: મેલબોર્નના શોપિંગ સેન્ટર પર પ્લેન થયું ક્રેશ, તમામ મુસાફરોના મોત
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મંગળવારે સવારે એક પ્લેન ક્રેશ થયું છે. જેમાં સવાર તમામ પાંચેય લોકોના મોત નીપજ્યાં છે. મિની પ્લેન મેલબોર્નના શોપિંગ કોમ્પલેક્ષ પર ક્રેશ થયું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મંગળવારે સવારે એક પ્લેન ક્રેશ થયું છે. જેમાં સવાર તમામ પાંચેય લોકોના મોત નીપજ્યાં છે. મિની પ્લેન મેલબોર્નના શોપિંગ કોમ્પલેક્ષ પર ક્રેશ થયું હતું. પોલીસના અનુસાર આ પ્લેને એસેડન ફિલ્ડ્સ એરપોર્ટથી ઉડાન ભરી હતી. બાદમાં આ પ્લેન શોપિંગ સેન્ટરની દિવાર સાથે જઇ ભટકાયું હતું અને એમાં આગ ભડકી ઉઠી હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે એમાં સવાર કોઇ બચી શક્યું ન હતું. સદભાગ્યે આ ર્દુઘટના વખતે આ શોપિંગ કોમ્પલેક્શ બંધ હતું. જેથી અહીં વધુ જાનમાલને નુકશાન થતું અટક્યું છે. પરંતુ પ્લેનની ટક્કરને લીધે બિલ્ડીંગ અસરગ્રસ્ત થઇ છે.
વિક્ટોરિયાના આસિસ્ટંટ પોલીસ કમિશ્નર લીનનું કહેવું છે કે આ પ્લેન ર્દુઘટનામાં કોઇ મુસાફર બચી શક્યો નથી. એમણે જણાવ્યું કે, ચાર્ટર પ્લેને ઉડાન ભર્યા બાદ ગણત્રીના સમયમાં જ એનું એંજિન કામ કરતું બંધ થઇ ગયું હતું.
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर