અમદાવાદઃ લૂંટ અને ધાડને અંજામ આપતી ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડ કરતી ગેંગના પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે.

News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
અમદાવાદઃ લૂંટ અને ધાડને અંજામ આપતી ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા
પકડાયેલા આરોપીઓની તસવીર
News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
ઋત્વિજ સોની, અમદાવાદઃ હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડ કરતી ગેંગના પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ (crime branch) ધરપકડ કરી છે. આરોપીઓએ ન માત્ર (Ahmedabad)અમદાવાદ જ પરંતુ સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરમાં લોકોને ટારગેટ બનાવીને લાખ્ખો રૂપિયા પડાવ્યાં છે.

અમદાવાદમાં હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડ કરતી ગેંગના પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે. પોલીસે અજય શર્મા, રાજકુમાર શર્મા, વિજય શર્મા, મુકુલ ગૌર અને જોની સૈનીની ધરપકડ કરી છે.

આરોપીઓ છેલ્લા છ માસથી ઓનલાઇન એપ્લીકેશન ગ્રેન્ડર મારફતે ગે પુરુષ ગ્રાહકોને હોમોસેસ્ક્યુઅલ સર્વિસ પુરી પાડીને ટારગેટ બનાવતા હતાં. આરોપીઓ નક્કી કરેલ રૂપિયા ઉપરાંત વધારે રૂપિયાની માંગણી કરતા હતાં. અને જો કોઇ ગ્રાહક રૂપિયા આપવાનો ઇન્કાર કરે તો તેને મારઝૂડ કરીને તેની કિંમતી વસ્તુઓ અને રૂપિયા પડાવીને પલાયન થઇ જતાં હતાં. આરોપીઓએ અમદાવાદમાં પણ વસ્ત્રાપુરમાં એક ગ્રાહકને આ જ રીતે ટારગેટ કરીને તેને માર મારીને રોકડ રૂપિયા, ઘડીયાળ અને એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવીને રૂપિયા 50 હજાર ઉપાડી લીધા હતાં.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બંધુઆ મજૂરો કેસમાં મૂળ નાગાલેન્ડના IPSની મદદ લેવાઇ

આરોપીઓએ છેલ્લા છ માસમાં અમદાવાદ ઉપરાંત ગાઝિયાબાદ, નોઇડા, કોટા, ઇન્દોર, વડોદરા અને મથુરા સહીતના શહેરમાં લગભગ 50 જેટલા ગ્રાહકોને ટારગેટ બનાવીને લૂંટ કરી છે. આરોપીઓ અલગ અલગ જગ્યા પર જતાં ત્યારે એકલતા નો લાભ લઇને લૂંટ તથા ચોરી જેવા ગુનાને અંજામ આપતાં હતાં.

હાલમાં પોલીસએ આ ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરીને અન્ય એક વોન્ટેડ આરોપી રાહુલ સૈનીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ 7 કાંડા ઘડિયાળ 6 મોબાઇલ, પાવરબેંક અને રોકડ રકમ સહીત કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...