અમદાવાદ: પોલીસબેડામાં પહેલીવાર થઈ સ્વવિનંતી બદલી

કેટલાક કર્મચારીને 10 મહિના તો કેટલાને 1 વર્ષ તો કેટલાકને 2 વર્ષ માટે જ બદલી કરવામાં આવી છે

News18 Gujarati
Updated: July 23, 2019, 11:27 PM IST
અમદાવાદ: પોલીસબેડામાં પહેલીવાર થઈ સ્વવિનંતી બદલી
અમદાવાદ: પોલીસબેડામાં પહેલીવાર થઈ સ્વવિનંતી બદલી
News18 Gujarati
Updated: July 23, 2019, 11:27 PM IST
નવીન ઝા, અમદાવાદ: થોડાક દિવસો પહેલા અમદાવાદમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, asiની બદલીઓ કરવામાં આવી હતી. નોંધનીય છે કે હેડ કૉસ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર વહીવટ વિપુલ અગ્રવાલે આજે એક બીજું લિસ્ટ જાહેર કર્યું હતું અને જેમાં 19 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.

સંયુક્ત પોલીસ કમિશનર વહીવટ ડો. વિપુલ અગ્રવાલ દ્વારા થોડા દિવસ પહેલા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને જેમાં બદલી ને લઈ ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ આજે સ્વવિનંતી 19 પોલીસ કર્મચારીને બદલી આપવામાં આવી છે.

નોંધનીય વાત તો એ છે કે બદલી માં એક નવી વસ્તુ જોવા મળી છે જેમાં જે પણ બદલીઓ કરવામાં આવી છે એમાં ખાસ કરીને એટેચ લખવામાં આવ્યું છે અને અમુક દિવસ અને વર્ષ માટેજ બદલીનો આદેશ કરાયો છે. કેટલાક કર્મચારીને 10 મહિના તો કેટલાને 1 વર્ષ તો કેટલાકને 2 વર્ષ માટે જ બદલી કરવામાં આવી છે. આવી બદલીનું લિસ્ટ પેહલી વાર જોવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે સરકારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ આજે નિમણૂંકના આદેશો કર્યા હતા.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...