Home /News /ahmedabad /2026માં પહેલી બુલેટ ટ્રેન દોડશે: અમદાવાદમાં કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

2026માં પહેલી બુલેટ ટ્રેન દોડશે: અમદાવાદમાં કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બે દિવસ ગુજરાતની મુલાકાતે. રેલવેમાં થયેલા ફેરફાર અને ભવિષ્યમાં આવનાર બદલાવને લઈને માહિતી આપી.

First bullet train to run in 2026: દેશમાં 199 વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનશે. 'વંદે ભારત 3' ટ્રેન 220ની સ્પીડે દોડશે. અમદાવાદ કાલુપુર રેલવેની ડિઝાઇન ફાઇનલ.

અમદાવાદ: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યુવાબોર્ડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રેલવેમાં થયેલા ફેરફાર અને ભવિષ્યમાં આવનાર બદલાવને લઈને યુવાનોને માહિતી આપી હતી.

કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં રોજના અઢી કરોડ લોકો મુસાફરી કરે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું કહ્યું છે. દેશમાં 199 વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. 134 માસ્ટર પ્લાનની તૈયારી ચાલી રહી છે. 65 ડિઝાઇન એપ્રવુલ થઈ ગયા છે. 47 સ્ટેશનના ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે અને 34 કામ ચાલી રહ્યું છે. આગામી 50 વર્ષને ધ્યાને રાખી રેલવે સ્ટેશનની ડિઝાઇન બનાવવામાં આવી છે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશની કાયાપલટ થશે અને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનશે. અમદાવાદ સ્ટેશન નીચે ટ્રેક, બાદમાં પિલર, રુફ અને રોડ કનેક્ટિવિટી થશે. બાદમાં 3 માળ રુફ અને છત પર પૂરું સોલાર બનશે. રેલવે સ્ટેશનની ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે. 12 દિવસ પહેલા પીએમએ કેબિનેટમાં મંજૂરી આપી છે. આજે અથવા બે થી 3 દિવસમાં ટેન્ડર નીકળશે.

આ પણ વાંચો: કારની ટક્કર મારી ગોળી ધરબી દીધી, બુલેટનું પડીકું વળી ગયું

વંદે ભારત ટ્રેનની ડિઝાઇન તૈયાર કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત 3 બનાવવા પણ કહી દીધું છે. વંદે ભારત 3 ટ્રેન વજનમાં હલકી અને 220ની સ્પીડે ચાલશે. હાલની વંદે ભારત ટ્રેન 180 ની સ્પીડે ચાલે છે.

કવચ સિસ્ટમ સાથે આગામી ટ્રેનનું નિર્માણ થશે. કવચ સિસ્ટમ એટલે કે એક ટ્રેક પર બે ટ્રેન સામ-સામે આવે ત્યારે કવચ ટ્રેન 380 મીટરની દૂરી પર જાતે રોકાઈ જાય છે. જેનો ડેમો કરવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે અને 92 જેટલા પિલર તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ બુલેટ ટ્રેન સ્ટેશનની બિલ્ડીંગ બનવાનું કામ પણ ચાલી રહ્યું છે. અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે. 2026માં દેશમાં પહેલી બુલેટ ટ્રેન ચાલશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Bullet train project, Gujarat News

विज्ञापन
विज्ञापन