Home /News /ahmedabad /વિશ્વ ઉમિયાધામ દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેટર બાદ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન લોકોને મળી રહે તે માટે તત્પર

વિશ્વ ઉમિયાધામ દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેટર બાદ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન લોકોને મળી રહે તે માટે તત્પર

વિશ્વ ઉમિયાધામ દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેટર બાદ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન લોકોને મળી રહે તે માટે તત્પર

એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે, 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વ ઉમિયાધામ મંદિર જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકો ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે.

રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન- USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર(1000) ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાઓ અને ટ્રસ્ટીઓમાં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે . રાજ્યમાં આવી પડેલી આફતમાં માત્ર પાટીદાર સમાજની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે. 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વ ઉમિયાધામ મંદિર જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો છે. આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પુજન થયું હતું. જેમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલ, સંસ્થાના પ્રમુખ આર પી પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને દાતાઓ હાજર રહ્યા હતા અને સર્વેએ જગત જનની મા ઉમિયાને આ સંકટમાંથી બહાર આવવાની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો - ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

આ પ્રસંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતું કે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતનો જે પણ દર્દી વાપરે તે તમામ ઝડપથી સ્વસ્થ થઈ જાય. દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે અમેરિકા રહેતા વિશ્વ ઉમિયાધામની ટીમ દ્વારા મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન ખરીદી લીધા છે. ત્યાંથી અમદાવાદ કઈ રીતે મોકલવા તેની પ્રકિયા ચાલી રહી છે. અમેરિકાથી પ્રોસેસ પૂર્ણ થયા બાદ અમદાવાદ આવી જશે. જે ઇન્જેક્શન જરૂરીયાત લોકોને આપવામાં આવશે.

વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે 20 નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે કોવિડ કાઉન્સિંલિંગ સર્વિસ શરૂ કરાઈ છે. કોરોનાના કારણે ગુજરાત માથે આવેલી કપરી સ્થિતિમાં દર્દીઓને સાચી ગાઈડલાઈન અને સાચા માર્ગદર્શનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ધર્મના માધ્યમથી વિશ્વ ઉમિયાધામે આરોગ્ય સેવાનું કામ ઉપાડ્યું છે. રાજ્યના કોઈ પણ ખુણે વસતાં લોકોને જ્યારે પણ કોરોના થાય અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવાનું કામ વિશ્વ ઉમિયાધામ મંદિર દ્વારા શરૂ કરાયેલી કોવિડ કાઉન્સિલિંગની ટીમ કરશે. આ ટીમમાં ગુજરાત 20થી વધુ નિષ્ણાંત એમડી લેવલના ડોક્ટરો છે.
First published:

Tags: Florida, Oxygen, અમદાવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો