Home /News /ahmedabad /અમદાવાદ શહેરનો વ્યાપ વધ્યો પણ ફાયર સ્ટેશન અને સ્ટાફ ન વધ્યો, 320 ફાયરમેનની ભરતી બાકી
અમદાવાદ શહેરનો વ્યાપ વધ્યો પણ ફાયર સ્ટેશન અને સ્ટાફ ન વધ્યો, 320 ફાયરમેનની ભરતી બાકી
અમદાવાદ શહેરની વસ્તી મુજબ ઓછામાં ઓછા 50 જેટલા ફાયર સ્ટેશનો હોવા જોઇએ તેના બદલે માત્ર 18 ફાયર સ્ટેશનો કાર્યરત છે.
અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે. શહેર સિવાય આસપાસની નગરપાલિકા, ગ્રામ પંચાયત વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામા ઉમેરવામાં તો આવ્યા છે. પરંતુ ફાયર વિભાગ મુદે કોઇ ઉમેરો કરાયો નથી. નથી ફાયર સ્ટેશન વધ્યા કે નહી વધ્યો ફાયર વિભાગનો સ્ટાફ, એક સમય હતો કે ફાયર વિભાગના કર્મચારીઓ માટે ડ્રેસ માટે પણ પૈસા ન હતા.
અમદાવાદ: અમદાવાદ ફાયર વિભાગમાંથી મળેલી માહીતી મુજબ અમદાવાદ ફાયર વિભાગની 320 જેટલી મહત્ત્વની જગ્યા છેલ્લા ઘણા વર્ષોથી ભરવામાં આવી નથી. અમદાવાદ શહે૨નો વિસ્તાર વધતા ગુજરાત સ્ટેટ ફાયર કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ દ૨ 10 ચો.કી. દીઠ 1 ફાય૨ સ્ટેશન અને દ૨ 5 ચો.કી. વિસ્તારમાં 1 ફાય૨ ચોકી હોવી જોઇએ. અમદાવાદ શહેરમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી. સીસ્ટમને લઇ ચાલી રહેલી જાહે૨હીતની અરજીની સુનવણી સમયે મ્યુનિ.કોર્પોરેશન તરફથી નામદાર કાર્ટને એવુ આશ્વાસન આપવામાં આવ્યુ કે અમદાવાદ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા ત્રણ મહીનાની અંદર ભરવામાં આવશે આમ છતાં હાલમાં પણ આ જગ્યાઓ ખાલી છે.
અમદાવાદ શહે૨ની કમનસીબી તો એ છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ બુઝાવવા માટે ટર્ન ટેબલ લેડ૨ (55 મીટ૨), તેમજ હાઇડ્રોલીક પ્લેટફોર્મ(55 મીટ૨) તેમજ હાઇડ્રોલીક પ્લાટ (80 મીટ૨) આવેલા છે. આ પૈકી હાલમાં મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં એક હાઇડ્રોલીક પ્લોટફોર્મ જે ફીનલેન્ડ મેઇડ છે તેને રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ પરિસ્થિતીમાં અમદાવાદ ફાયર વિભાગ પાસે એકતરફ તો જરૂરી સ્ટાફ નથી. બીજીતરફ અમદાવાદ શહેરની વસ્તી મુજબ ઓછામાં ઓછા 50 જેટલા ફાયર સ્ટેશનો હોવા જોઇએ તેના બદલે માત્ર 18 ફાયર સ્ટેશનો કાર્યરત છે.
આ ઉપરાંત હાઇરાઇઝ બિલ્ડીંગો આગ લાગે તો અમદાવાદ ફાયર વિભાગ પાસે ઝડપથી આગ બુઝાવી શકે એવા સાધનોનો પણ અભાવ છે. થોડા સમય અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓર્ચીડ ગ્રીન બિલ્ડીંગમાં લાગેલી આગની ધટનામાં હાઇડ્રોલીક પ્લોટફોર્મ સમયસ૨ ઉપયોગમાં ન લઇ શકાતા એક કિશોરીનું મોત થયુ હતુ. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાકીદે તમામ ખાલી જગ્યાઓ ભરવા વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા માંગણી કરવામાં આવી છે.
નોંધનિય છે કે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે. શહેર સિવાય આસપાસની નગરપાલિકા, ગ્રામ પંચાયત વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામા ઉમેરવામાં તો આવ્યા છે. પરંતુ ફાયર વિભાગ મુદે કોઇ ઉમેરો કરાયો નથી. નથી ફાયર સ્ટેશન વધ્યા કે નહી વધ્યો ફાયર વિભાગનો સ્ટાફ, એક સમય હતો કે ફાયર વિભાગના કર્મચારીઓ માટે ડ્રેસ માટે પણ પૈસા ન હતા.