Home /News /ahmedabad /

અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે આવેલી બિલ્ડિંગમાં લાગી આગ, 50થી વધારે લોકોને બચાવાયા; 2019ના વર્ષમાં પણ લાગી હતી આગ

અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે આવેલી બિલ્ડિંગમાં લાગી આગ, 50થી વધારે લોકોને બચાવાયા; 2019ના વર્ષમાં પણ લાગી હતી આગ

બિલ્ડિંગના ત્રીજા માળે આગ

Ahmedabad Parimal Garden Fire: એવી માહિતી મળી છે કે બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી એક ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં અફરા-તફરીન માહોલ જોવા મળ્યો હતો.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન (Parimal Garden) પાસે આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગી છે. આ જ બિલ્ડિંગમાં ત્રણથી ચાર હૉસ્પિટલ પણ આવેલી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સ (Dev Complex)ના ત્રીજા માળે આગ લાગી હતી. આગના બનાવ બાદ હૉસ્પિટલમાંથી 10 જેટલા બાળકો સહિત 50થી વધારે લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. એવી પણ માહિતી મળી છે કે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બિલ્ડિંગની દીવાલ તોડવી પડી હતી. લોકોને રેસ્ક્યૂ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આગ લાગ્યાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડ (Fire brigade)ની આઠથી 10 જેટલી ગાડી પહોંચી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાંથી ધૂમાડા બહાર નીકળતા જોઈ શકાતા હતા. આ જ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી બાળકોની હૉસ્પિટલમાં 2019ના વર્ષમાં આગ લાગી હતી.

    એવી માહિતી મળી છે કે બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી એક ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં અફરા-તફરીન માહોલ જોવા મળ્યો હતો. આગ લાગી છે તે બિલ્ડિંગમાં ત્રણથી ચાર હૉસ્પિટલ હોવાનું સામે આવ્યું છે. આગ શા કારણે લાગી હતી તેનું કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે આ બિલ્ડિંગમાં પહેલા પણ આગ લાગી ચૂકી છે.



    ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે હૉસ્પિટલમાં બાળકોનું રેસ્ક્યૂ કરીને તેમને સારવાર માટે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બિલ્ડિગમાં આગની ઘટના બાદ લોકોને ટેરેસ પણ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રેસ્ક્યૂ કરીને નીચે લવાયા હતા.

    એપલ હૉસ્પિટલની બાજુમાં આગ


    દેવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે એપલ નામની મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ આવેલી છે. આ બાળકોની હૉસ્પિટલ છે. આ હૉસ્પિટલની બાજુમાં જ આગ લાગી છે. 13 મે, 2019ના રોજ દેવ કોમ્પ્લેક્સના ચોથા માટે આગ લાગી હતી. અહીં શેડ બનાવી જૂના ફર્નિચર સહિતની વસ્તુઓ રાખવામાં આવી હતી. જે તે સમયે ફાયર બ્રિગેડે દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. 2019 બાદ ફરી એક વખત આ જ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. 2019માં આગના બનાવ બાદ પણ તંત્રએ શા માટે કોઈ નકર કાર્યવાહી ન કરી તે પણ એક સવાલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Fire brigade, અમદાવાદ, આગ, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन