અમદાવાદ: શહેરમાં વહેલી સવારે ચાર વાગે ગોઝારો બનાવ બન્યો છે. જેમાં આખેઆખા પરિવારે જીવ ગુમાવ્યો છે. શાહપુર દરવાજા પાસેની ન્યુ એચ. કોલોની ખાતેના એક ઘરમાં આગ લાગતા દંપતી અને તેમના આઠ વર્ષનાં બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જોકે, પાડોશીઓ અને ફાયર બ્રિગેડની ટીમની જહેમતથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
શહેરનાં શાહપુર દરવાજા નજીકની ન્યૂ એચ. કોલોનીમાં ગોઝારી ઘટના બની છે. જેમાં એક જ પિરવારમાં પતિ જયેશભાઇ, પત્ની હંસાબહેન અને 8 વર્ષના બાળક રેહાનનું મોત નીપજ્યું છે.
જોકે, આ દુર્ઘટના સવારે ચાર કલાકે બની છે. આ આગ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી થઇ છે કે સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી છે તે હજી તપાસનો વિષય છે.
આ આગ લાગતાની જાણ થતા પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તેમણે પણ પાણીનો છંટકાવ કર્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે થોડી જ વારમાં આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
થોડાદિવસ પહેલા ઉત્તર પ્રદેશના મઉમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. મઉના શાહપુર ગામમાં મંગળવારે મોડી રાતે અચાનક એક ઘરમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા બળીને ખાક થયા હતા. કહેવાય છે કે, જ્યારે પરિવાર ગાઢ નિંદરમાં સુઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના થઈ હતી અને આગ લાગવાના કારણે અચાનક ચિસો પડવા લાગી હતી. એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી.