Home /News /ahmedabad /અમદાવાદ: તક્ષશિલા એર બિલ્ડીંગનાં 12માં માળે ભભૂકેલી આગ કાબુમાં, બે વૃદ્ધોનાં શ્વાસ રૂંધાયા

અમદાવાદ: તક્ષશિલા એર બિલ્ડીંગનાં 12માં માળે ભભૂકેલી આગ કાબુમાં, બે વૃદ્ધોનાં શ્વાસ રૂંધાયા

આ આગને કાબુમાં લાવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે.

Ahmedabad News: અમદાવાદમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. જેમાં પાંચ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા એર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલ આગને કાબુમાં લઇ લેવામાં આવી છે.

શોર્ટ સર્કિટને કારણે આગ


આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. સદનસીબે, આગને કારણે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બે વૃદ્ધોના શ્વાસ રૂંધાયા


આ અંગે મળતી માહિતી પ્રમાણે, 12માં માળે લાગેલી આ ભયાનક આગ 14માં માળ સુધી પહોંચી છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનીનાં કોઇ સમાચાર નથી. બે વૃદ્ધોનો શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.



સ્થાનિક પોલીસની ટીમ સાથે ડેપ્યુટિ કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: નવસારીઃ આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીક


નારોલમાં પણ ભભૂકી હતી આગ


શહેરમાં થોડા દિવસ પહેલા પણ નારોલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નારોલની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રાખેલા રેસીન અને પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયર વિભાગના ગજરાજ ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત