ભરત પટેલ આપઘાત કેસમાં Dy.SP ચિરાગ પટેલ અને તેના ભાઇ સામે ફરિયાદ

આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરવા માટે ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઇ મોન્ટું પટેલ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

News18 Gujarati
Updated: May 22, 2019, 1:08 PM IST
ભરત પટેલ આપઘાત કેસમાં Dy.SP ચિરાગ પટેલ અને તેના ભાઇ સામે ફરિયાદ
ઉષા પટેલ અને આત્મહત્યાની કોપીની તસવીર
News18 Gujarati
Updated: May 22, 2019, 1:08 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદ બીટકોઇના હિસાબમાં ખોટ જતાં ભરત પટેલ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો. આ કેસમાં ભરતભાઇની પત્નીની પોલીસ ફરિયાદ લીધી છે. આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરવા માટે ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઇ મોન્ટું પટેલ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભરતભાઇ પટેલને આરોપી હર્નીશ ઉર્ફે મોન્ટુ સવાણી અને ચીરાગ સવાણીને બીટકોઇનું ટ્રેડિંગ કરવાનું કામ આપ્યું હતું. જોકે, બીટકોઇનમાં ખોટ જવાના કારણે આરોપીઓએ પુરા બીટકોઇનના નાણાંની માગણી કરતા હતા. ભરતભાઇની પરિસ્થિતિ સારી ન હોવા છતાં બંને આરોપીઓ અવારનવાર ભરતભાઇને મોબાઇલ ફોન ઉપર તેમજ ઘરે આવીને ભરતભાઇને ટોર્ચર કરી ધાક-ધકમીઓ આપતા હતા. આમ આત્મહત્યા કરવા માટે દુષ્પેરણા કરતા હતા અેતેમના ત્રાસથી કંટાળીને ભરતભાઇએ ગત તા.19-5-2019ના રોજ પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી લીધો હતો.

રાણીપ ગાયત્રી મંદિર પાસે રહેતા ઉષાબેને ફરિયાદમાં વધુમાં લખાવ્યું હતું કે, ભરતભાઇ સાથે તેમના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં બે જોડીયા બાળકો છે 24 વર્ષનો દિપ અને 24 વર્ષની દીકરી દર્શી. સાસુ સસરા અને દિયર તેમના પરિવાર સાથે મકાનના આગળના ભાગમાં રહે છે અને ભરતભાઇનો પરિવાર મકાનના પાછળના ભાગમાં રહે છે. ભરતભાઇ છેલ્લા 23-24 વર્ષથી શેરબજારને લગતું કામકાજ કરતા હતા.

ગત 18-5-2019ના રોજ રાત્રે દશેક વાગ્યાના સુમારે ઉષાબેન અને પતિ તેમજ બાળકો ધાબા ઉપર સુવા માટે ગયા ત્યારે બંને બાળકો સુઇ ગયા હતા. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ભરતભાઇને જ્યૂસ પીવાની ઇચ્છા હોવાથી બહાર જતા હતા. જેથી તમને ઘરે જ્યૂસ બનાવી આપવાનું જણાવ્યું હતું. બંને જણા જ્યૂસ પીધો હતો. ભરતભાઇ જ્યૂસ પીને કમ્પ્યુટર ઉપર કામ કરવા માટે બેઠા હતા. ત્યારબાદ બંને ધાબા ઉપર જઇને સુઇ ગયા હતા. સવારે ઉષાબેને જાગીને જોયું તો ભરતભાઇ ધાબા ઉપર ન્હોતા. નીચે આવીને દરવાજો ખખડાવ્યો તો ભરતભાઇએ દરવાજો ખોલ્યો ન્હોતો. દરવાજો ખોલીને જોતા ભરતભાઇએ આત્મહત્યા કરી લીધી હતી.

ભરતભાઇએ આત્મહત્યા કરતા પહેલા નોટ લખી હતી જેમાં ચિરાગ અને મોન્ટુના પ્રેશરના કારણે આત્મહત્યા કરવા માટે મજબુર બન્યો હોવાનો આરોપ પણ કર્યો હતો. આમ પત્ની ઉષાબહેને રાણીપ પોલીસ સ્ટેશનનમાં ડીવાયએસપી ચિરાગ સવાણી અને મોન્ટુ સવાણી સામે ફરિયાદ નોંધાવી છે.

 
First published: May 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...