અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની ગુજરાતની સૌથી વધુ ધનવાન મહાનગરપાલિકામાં ગણના થાય છે. 9 હજાર કરોડનું વાર્ષિક બજેટ તૈયાર કરનાર અમદાવાદ મહાનગરપાલિકા આજે કંગાળ સ્થિતિ પર આવી ગઇ છે. કોરોના મહામારી અને સરકાર તરફથી સમયસર યોગ્ય રકમની ફાળવણી ના થતા એક અંદાજ મુજબ 500 કરોડના પેમેન્ટ પેન્ડીંગ પડ્યા છેય તો બીજી તરફ આશ્ચર્ય એ વાતનું છે કે કોરોના કાળમા માસ્ક ન પહેરવાના દંડ પૈકી એએમસીએ 26 કરોડની માતબર રકમ પ્રજા પાસે વસુલ કરી છે .
એએમસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતા કહ્યું હતુ કે એએમસી નાણાકીય સ્થિતિ ઘણી ગંભીર છે. કોરોના કાળના પગલે એએમસીની બીજી અન્ય કોઇ આવકમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. સરકારમાંથી ગ્રાન્ટ રિલીઝ ન થતી હોવાથી કરોડોના બિલ અટક્યા હોવાની વાત કરી છે .
Amcના વિવિધ વિભાગો દ્વારા બિલ તૈયાર કરી દેવાયા છે પણ નાણાં ખાતા દ્વારા બિલની ચૂકવણી જ થઇ નથી. જેમા સોલિડ વેસ્ટ, રોડ, ડ્રેનેજ સહિત મોટા વિભાગોના 500 કરોડથી વધુના બિલ અટક્યા છે. કોન્ટ્રકટરોના મોટા બિલ અટકી જતા વિવિધ કામો ઉપર પણ અસર પડી છે. કોરોના પાછળ 500 કરોડથી વધુ ખર્ચ સામે રાજ્ય સરકારે હાલ 81 કરોડ જ આપ્યા છે.
Amc પાસે હાલ કર્મચારીઓના પગાર ચૂકવવા માટેના નાણાં જ ઉપલબ્ધ છે. કમિશનરની બેઠકમાં નાણાં ખાતાએ ગ્રાન્ટની અછત હોવાનું સ્વીકાર્યું છે. એક તરફ અમદાવાદ શહેરમાં નાણાં અછત ઉભી છે તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં લેખિતમા રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે માસ્ક મુદ્દે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 26,96,17,281 રૂપિયા દંડ વસુલ્યો છે. ત્યારે સવાલ ઉભો થઇ રહ્યો છે એક તરફ એએમસી તિજોરી ખાલી થવા પામી છે તો બીજી તરફ દંડના નામે કરોડો વસૂલાત કરાઇ છે. કોરોનાના સમયમાં એએમસીએ આરોગ્ય સેવા પર ભાર મુકી 500 કરોડનો ખર્ચે કર્યો હોવાની વાત બહાર આવી છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી અન્ય કોઇ નવી ગ્રાન્ટ ન મળી હોવાથી એએમસીની સુળી વચ્ચે સોપારી જેવી હાલત છે. સરકારે નાણાં નથી ફાળવ્યા અને કોરોના પગલે ખર્ચે વધ્યો છે. હવે પ્રજા પર વધુ દંડનો દંડો પછાળી શકાય તમ નથી. એએમસીને માત્ર ટેક્સની આવક ઉભી થઇ છે તેના પર નિર્ભર રહી છે. સ્ટાફના પગાર માટે નાણાં પુરતા છે. રાજ્ય સરકાર દ્વારા પણ સ્વીકાર કરાયો કે સરકારની આવકમાં કોરોના પગલે ઘટાડો જોવા મળ્યો છે.