Home /News /ahmedabad /આખરે કેમ રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે?

આખરે કેમ રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે?

વિજય રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે.

Gujarat assembly election 2022: વિજય રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે. જાણે કે છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન લાદ્યુ હોય તેમ 'હું ચૂંટણી નહીં લડું' તેવું એક કેમ્પેઈન ચલાવાયું હોય તેવો આભાસ ઊભો થયો.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા વિજય રૂપાણી સમયનું આખું મંત્રીમંડળ કપાયું છે. વિજય રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે. આ નેતાઓએ પૈકીના કેટલાક વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ સહિતના નેતાઓએ તો જાતે જ સરકી જવાનું મુનાસીબ માન્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત કરી બાદમાં એક પછી એક મંત્રીમંડળનો હિસ્સો રહેલા નેતાઓએ 'હું ચૂંટણી નહીં લડું', તેવી જાહેરાત કરી. જાણે કે છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન લાદ્યુ હોય તેમ 'હું ચૂંટણી નહીં લડું' તેવું એક કેમ્પેઈન ચલાવાયું હોય તેવો આભાસ ઊભો થયો. આ તમામ નેતાઓ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ભાજપના કદાવર નેતાઓ છે. જેમને ચૂંટણી લડવાની ના પાડી દેતા હવે આ બેઠકો પર નવા ચહેરાને તક મળશે.

  પ્રદિપસિંહ અને સૌરભ પટેલ અંગે ટૂંકમાં જાણીએ

  સૌરભ પટેલ બોટાદ બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના કદાવર નેતાઓમાં ગણાતા હોવા ઉપરાંત તેઓ અગાઉ વિજય રુપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી પણ હતા. તેઓ તે સરકાર દરમિયાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકેના મહત્વના ખાતાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. એમબીએ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા સૌરભ પટેલની વર્ષ 2017ની એફિડેવિટ મુજબ વાર્ષિક આવક, રૂ. 1,06,57,644 છે. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા પણ ભાજપના મોટા ગજાના નેતાઓમાં ગણના પામનારા નેતા છે. તેઓ અમદાવાદની વટવા બેઠકથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. મૂળ અમદાવાદમાં જ જન્મેલા પ્રદિપસિંહ રુપાણી સરકાર દરમિયાન ગૃહ, કાયદા અને સુરક્ષા મંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેઓ વર્ષ 2017માં પોતાની બેઠક પરથી 62380 મતોના માર્જીનથી જીત મેળવી ચૂક્યા છે. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ તેમની જીતની લીડ નાના આંકડાઓ સાથેની હતી જ નહીં તેઓ મોટા ભાગે જંગી લીડથી જ જીતતા આવ્યા છે.

  આ પણ વાંચો: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, આવતીકાલે જાહેર થશે ઉમેદવારોની યાદી

  ગુજરાત ભાજપના સૌથી મોટા સમાચાર

  બુધવારની મોડી સાંજે ભાજપમાં ભુકંપ આવ્યો છે. વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. ઉપરાંત 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે તેવી પણ માહિતી મળી રહી છે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

  ટિકિટ કપાય તે લગભગ નક્કી હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણીમાં ટિકિટ ન અપાય તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. તેવામાં નીતિન પટેલ અને વિજય રૂપાણી એટલે કે ગુજરાતની પૂર્વ સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતે જ પોતાના નામ પરત ખેંચીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. તેમની બંન્ને સામે લોકોમાં ભારે આક્રોશ હતો. આ આક્રોશના ભાગરૂપે જ તેમની સરકારના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંન્ને નેતાઓ સાઇડ લાઇન થઇ ચૂક્યા હતા. જેથી આખરે તેઓ ધારાસભ્ય રહે તેવી શક્યતા હતી.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Vijay Rupani

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन