Home /News /ahmedabad /Ahmedabad: રિવરફ્રન્ટ પર સુખોઈ વિમાન ગર્જના કરશે; અદ્ભુત નજારો જોવાનું ચૂકતા નહી

Ahmedabad: રિવરફ્રન્ટ પર સુખોઈ વિમાન ગર્જના કરશે; અદ્ભુત નજારો જોવાનું ચૂકતા નહી

યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ પ્રદર્શનમાં મુકવામાં આવશે

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.એર શો દરમિયાન જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોવા મળશે

    Parth Patel, Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહી છે. ત્યારે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.

    કરતબો દરમિયાન જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોવા મળશે

    રક્ષા સચિવ અજય કુમારે દેશમાં યોજાનારી ડિફેન્સ એક્સપો 2022 ની 12મી આવૃત્તિની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિત ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા. એર શો માં વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ ત્રણની જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફાઈટર જેટના એર શો માં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવીને દેશભક્તિનો સંદેશો આપવામાં આવશે. સાથે આ એર શો માં સુખોઈ સહિતના લડાકુ વિમાનો કરતબો બનાવશે. આ કાર્યક્રમમાં એર માર્શલ, રક્ષા મંત્રી સહિત ત્રણેય પાંખોના વડાઓ હાજરી આપશે.

    યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ પ્રદર્શનમાં મુકવામાં આવશે

    રિવરફ્રન્ટ પર યોજાનારા એર શો માં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. શુક્રવારે ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી.આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે. જે દરેક માટે કુતુહલ સર્જશે. આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે.

    ડિફેન્સ એક્સપોમાં 1000 થી વધુ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

    બેઠક પૂર્ણ થયા બાદ રક્ષા મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કર્યું કે 12મું રક્ષા પ્રદર્શન ફક્ત ભારતીય કંપનીઓ માટેનું પ્રથમ સંસ્કરણ છે. આ માટે અત્યાર સુધીમાં 1000 થી વધુ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજી પણ રજીસ્ટ્રેશન ચાલુ છે. આવી સ્થિતિમાં આ ડિફેન્સ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સ્પો બનવા જઈ રહ્યો છે.
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad river front, Air show, Defence, Fighter Jet, Indian Air Force

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन