અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) માધુપુરામાં પૈસાની (Madhupura) લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીકી (knife attack) હત્યા કરવામાં આવી છે. પોલીસે બનેવી અને બે સાળાની ધરપકડ કરી છે. પૈસાની ઉઘરાણીમાં આ ખુની ખેલ (girl murder) ખેલાયો છે.
શહેર ના માધવપુરા વિસ્તારમાં યુવતી ની હત્યા નો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ ગુનામાં આરોપી બનેવીઅબાસ અલારખા ભટ્ટી અને બે સાળા આરીફ મોવર તથા અકરમ મોવરની ધરપકડ કરી છે. જેમણે પૈસાની ઉઘરાણીમાં એક નિર્દોષ યુવતીની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે મૃતકના ભાઈ શાહરુખ મોવર પાસેથી આરોપીઓ રૂપિયા 2 લાખ માંગતા હતા. શાહરુખ એ 1.40 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે 60 હજાર ચૂકવવાના બાકી હતા.
જેની અદાવત રાખીને આરોપીએ શાહરુખ ને મારવાનું ષડયંત્ર રચીને માધુપુરા વિસ્તારમાં આવેલ ઘરમાં જઈ હુમલો કરવા પહોંચ્યા. ભાઈ પર છરીથી હુમલો થતા જોઈને બહેન રહેના બચવા પડતા આરોપીએ યુવતીને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. આ ઘટનાને લઈને માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી સાળા - બનેવીની ધરપકડ કરી છે.
શાહરુખ એ પાંચ-છ મહિના પહેલા ત્રણેય આરોપીઓ પાસે ઉછીના પૈસા લીધા હતા. જેમાંથી આરોપી અબ્બાસ ભટ્ટી પાસેથી એક લાખ રૂપિયા અને બન્ને સાળા પાસેથી એક લાખ સહિત 2 લાખ લીધા હતા..જેમાં શાહરૂખે અબાસને 1 લાખ આપી દીધા અને સાળા અકરમના 40 આપી દીધા. જ્યારે આરીફના 60 હજાર બાકી હોવાથી તેની ઉઘરાણી કરવા જીવલેણ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું.
નોંધનીય છે કે મૃતક બહેન રહેના પરણિત છે અને પરંતુ માતા-પિતાના ઘરે રોકાવા માટે આવી હતી અને ભાઈના ઝઘડામાં વચ્ચે આવતા આરોપીઓ બહેન છરી મારતા મૃત્યુ નીપજ્યું. જો કે ફરિયાદી શાહરુખ છૂટક મજૂરી કરે છે.
માધુપુરા પોલીસે સાળા અને બનેવી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર