Harsh Sandhvi: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરવામાં આવી છે કે, દિવળીના તહેવાર દરમિયાન લોકો પાસેથી ટ્રાફિકના નિયમો તોડનાર પાસેથી દંડ વસુલ કરવામાં નહી આવે. તારીખ 27 ઓક્ટોબર સુધી નિયમો તોડનાર પાસેથી કોઈ દંડ વસુલવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Harsh Sandhvi: દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તહેવારના દિવાસોમાં લોકો મોજ માણવા માટે બાઈકમાં ત્રણ કે ચારની સવારી પણ કરતા હોય છે. આમ, તો સામાન્ય દિવસોમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે દંડ પણ કરવામાં આવતો હોય છે. ઓનલાઈનના કારણે હવે તો મેમો ઘરે આવી જતો હોય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે દિવળીના તહેવાર દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનાર પાસેથી દંડ વસુલ કરવામાં નહી આવે. તારીખ 27 ઓક્ટોબર સુધી નિયમો તોડનાર પાસેથી કોઈ દંડ વસુલવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ફુલ આપી જવાબદારીનું ભાન કરાવામાં આવશે
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. દિવાળીના તહેલારોમાં ટ્રાફિક નિયમો તોડનારને દંડ નહીં ભરવો પડે. આ દિવસો દરમિયાન તમારાથી જો ટ્રાફિકના નિયમ ભંગ થઈ જાય છે તો દિવાળીના તહેવારમાં દંડ વસૂલવામાં નહી આવે. જાહેરાત પ્રમાણે 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દંડ નહીં વસુલવામાં આવે પરંતું નિયમ તોડવા પર પોલીસ લોકોને સમજાવામાં આવશે અને ફુલ આપી તેમને તેમની જવાબદારીનું ભાન કરાવામાં આવશે.
હર્ષ સંધવીએ જાહેરાત કરતા જણાવ્યું કે, સ્વાભાવિક છે તહેવારોમાં બધા લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા તો કોઈ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે. તો આ દિવસો દરમિયાન ટ્રાફિકના કોઈ નિયમ લાગું કરવામાં નહી આવે. જો કોઈ હેલમેટ કે લાઈસન્સ વગર પકડાશે તો તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ લેવામાં નહી આવે. પરંતુ તેમની જિંદગી તેમના પરિવાર માટે ખુબ જ જરૂરી હોય છે, માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતરગત તેમને ફુલ આપીને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં આવશે. રાજ્યની ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે.