Home /News /ahmedabad /ગાઝિયાબાદ ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, મહિલાએ બળાત્કારનું તરકટ રચ્યું પણ પોલીસે ભાંડો ફોડ્યો

ગાઝિયાબાદ ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, મહિલાએ બળાત્કારનું તરકટ રચ્યું પણ પોલીસે ભાંડો ફોડ્યો

આ કાવતરામાં મહિલાને મદદ કરનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Ghaziabad gangrape case: તપાસ દરમિયાન પોલીસને મહિલાને ઓળખતા આઝાદનો મોબાઇલ ફોન બંધ હોવાથી શંકા ઉપજી હતી. બાદમાં તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી કે, મહિલા અને આરોપીઓ વચ્ચે સંપત્તિનો વિવાદ હતો, જેના કારણે કાવતરું ઘડ્યું હતું.

વધુ જુઓ ...
દિલ્હીની 40 વર્ષીય મહિલાના અપહરણ અને ગેંગરેપ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપમાં ચાર લોકોની અટકાયત કર્યાના થોડા દિવસો બાદ પોલીસે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, મહિલા અને આરોપીઓ વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાથી આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, આ કાવતરામાં મહિલાને મદદ કરનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મહિલાને પણ કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. મેરઠ રેન્જના આઈજી પ્રવીણ કુમારે આ કેસ બાબતે જણાવ્યું હતું કે, મહિલાએ આઝાદ નામના શખ્સ સાથે સાંઠગાંઠ કરીને આરોપીને ફસાવવા માટે ખોટી સ્ટોરી રચી હતી.

પોલીસે મુખ્ય સૂત્રધાર આઝાદ અને તેના સાગરીત ગૌરવ અને અફઝલની ધરપકડ કરી છે. પોલીસે કાવતરામાં વપરાયેલી અલ્ટો કાર પણ જપ્ત કરી છે.

પ્રવીણ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, આ ફરિયાદ પાંચેય શખ્સો પર બળાત્કારનો કેસ દાખલ કરવા માટે રચવામાં આવેલું કાવતરું હતું.

આ પણ વાંચો: ફિલ્મ પુષ્પા સ્ટાઇલમાં અલ્પેશ ઠાકોરનો ડાયલોગ- મેં ઝુકેગા નહિં...

અહીં ઉલ્લેખનિય છે કે, ગત 18 ઓક્ટોબરના રોજ દિલ્હીની મહિલા ગાઝિયાબાદના આશ્રમ રોડ પાસે પડેલી મળી આવી હતી. ત્યારબાદ પોલીસ તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને તેણે ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી આ કેસ ચર્ચામાં છે.

દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું હતું કે, મહિલા શણની થેલીમાં લપેટાયેલી મળી આવી છે, તેના હાથ અને પગ બાંધેલા છે અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખવામાં આવ્યો છે. પોલીસે પાંચમાંથી ચાર શખ્સોની ધરપકડ કરી હતી, કેસ દાખલ કર્યો હતો અને તે સમયે પણ સંપત્તિ વિવાદના એંગલનો ઉલ્લેખ કર્યો હતો.

તબીબી તપાસ કરાવવાનો મહિલાનો નનૈયો

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, યુપી પોલીસને આ ઘટના વિશે જાણ થઈ ત્યારે મહિલાને પહેલા ગાઝિયાબાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે તબીબી તપાસ કરાવવાનો ઇનકાર કર્યો હતો. મેરઠની હોસ્પિટલમાં પણ તેની તબીબી તપાસ થઈ ન હતી. તેના આગ્રહ પર મહિલાને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: તહેવારોમાં ટ્રાફિક નિયમ તોડવા પર દંડ નહી વસુલાય, હર્ષ સંધવીની જાહેરાત

તપાસ દરમિયાન પોલીસને મહિલાને ઓળખતા આઝાદનો મોબાઇલ ફોન બંધ હોવાથી શંકા ઉપજી હતી. બાદમાં તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી કે, મહિલા અને આરોપીઓ વચ્ચે સંપત્તિનો વિવાદ હતો, જેના કારણે કાવતરું ઘડ્યું હતું.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, ગાઝિયાબાદમાં જન્મદિવસની પાર્ટીમાં ગયા બાદ દિલ્હી માટે બસની રાહ જોતી વખતે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તેનો ભાઈ તેને બસ સ્ટેન્ડ સુધી મુકી ગયો હતો, જ્યાંથી તેને કારમાં આવેલા પાંચ ઓળખીતા શખ્સોએ કારમાં ખેંચી લીધી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અગાઉ મહિલાએ બે શખ્સોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો કર્યો હતો.
First published:

Tags: Delhi Crime, Uttar pradesh election, ક્રાઇમ સમાચાર