ફી નિયમન વિધેયકનો ચુસ્ત પણે અમલ માટે વાલીઓનું જનજાગૃતિ અભિયાન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ફી નિયમન વિધેયકનો ચુસ્ત પણે અમલ માટે વાલીઓનું જનજાગૃતિ અભિયાન
અમદાવાદ:રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરેલ ફી વિધેયક નો ચુસ્તપણે શાળા સંચાલકો દ્વારા પાલન થાય તે માટે આજે વોઈસ ઓફ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સેટેલાઈટ વિસ્તારમાં આવેલ આનંદ નિકેતન સ્કૂલ પાસે ધરણા કરવામાં આવ્યા અને વાલીઓ લઘુત્તમ ફી શાળાઓમાં ભરે તે માટે સમજાવવામાં આવ્યા હતા. ફી નિયમન વિધેયકનો ચુસ્ત પણે અમલ માટે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમય થી ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી વિવિધ ફી ને લઈને વાલીઓમાં રોષ છે ત્યારે શિક્ષણ ના ખાનગીકરણ નો વિરોધ બાદ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ વિધેયક નો ચુસ્તપણે પાલન થાય અને વાલીઓનું શોષણ ના થાય તે માટે આજે વહેલી સવારથી વોઈસ ઓફ પેરેન્ટ્સ એસોસિએશન ના વાલીઓ દ્વારા શહેર ની વિવિધ ખાનગી શાળાઓની બહાર વાલીઓને સમજાવવામાં આવી રહ્યા હતા. જેના માટે ખાસ પત્રિકા પણ બનાવવામાં આવી અને શાળાઓની બહાર વહેચવામાં આવી છે.
શિક્ષણ ના ખાનગીકરણ અને વેપારીકરણ ના કારણે આજે વાલીઓ પરેશાન છે. ત્યારે સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલ ફી નિયમન વિધેયક વાલીઓ માટે ખુબ મોટી રાહત છે.
અમદાવાદની ખાનગી શાળાઓના એસોસિયેશને સરકારને કરી આ રજૂઆત
ગુજરાત વિધાનસભામાં ફી રેગ્યુલેટરી બિલ પસાર કરી દેવામાં આવ્યું છે ત્યારે આ બિલ ને લઈને અનેક મૂંઝવણો ઉભી થઈ છે ત્યારે A O S પ દ્વારા ખાસ બેઠક બોલવામાં આવી હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ શાળાઓ દ્વારા પ્રથમ ૩ માસ ની  સ્કૂલ ફી માં કોઈ ઘટાડો કરવામાં નહિ આવે. ત્યાર આવેલા નિર્ણય આવ્યા બાદ જે ફી નક્કી થશે તે પ્રમાણે બાકી ફી વસુલવામાં નહિ આવે. સાથે જ એક્ટમાં કોઈ ચોક્કસ ફી નક્કી કરવામાં આવી નથી માટે હાલમાં તો જીની ફી જ વસુલવામાં આવશે.
એક્ટ માં સરકાર દ્વારા કોઈ ચોક્કસ ફી નક્કી કરવામાં આવી નથી  ૧૫, ૨૫ અને ૨૭ હજારનું એક ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આ ફી કરતા વધુ ફી હોય તેવી શાળાઓ નો ફી કમિટીમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યાર બાદ ઓડીટ કરી ને ફી નક્કી કરશે. અને આ સમગ્ર પ્રોસેસ પૂર્ણ થતા ૬ થી ૭ માસ જેટલો સમય લાગે તેમ છે માટે આવર્ષે કોઈ વાલીઓને કોઈ રાહત નહિ આપવામાં આવે. સાથે જ એશિશિયેશન એ સરકાર પાસે માંગણી કરી છે કે આ બિલ ને ૨૦૧૮-૧૯ ના વર્ષ થી લાગુ પાડવામાં આવે.
 
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर