Ahmedabad Crime: બોપલ ડ્રગ કેસમાં FBI ની એન્ટ્રી, 100 વિદેશી ડ્રગ માફિયાનું લીસ્ટ FBI પાસે
Ahmedabad Crime: બોપલ ડ્રગ કેસમાં FBI ની એન્ટ્રી, 100 વિદેશી ડ્રગ માફિયાનું લીસ્ટ FBI પાસે
પોલીસ આરોપીઓના તમામ ઇ-મેલ અને અન્ય મોબાઇલ, લેપટોપ સહિત વસ્તુઓ કબ્જે કરી તપાસ કરી ત્યાર બાદ 100 જેટલા ડ્રગ માફિયાના નામ સામે આવ્યા હતા. હવે FBI એ લોકોની તપાસ કરશે કે તે તમામ લોકોના નામ અને સરનામું સાચું છે કે કેમ?

અમદાવાદના ગ્રામ્ય પોલીસ (Ahmedabad Police) દ્વારા ગત નવેમ્બર 2021 માં એક ડ્રગ કેસ (Drugs case) નો પર્દાફાસ કરવામાં આવ્યો હતો અને જેમાં અલગ-અલગ કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 200 જેટલા ડ્રગના અલગ અલગ પેકેટ કબ્જે કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ ડ્રગમાં md, કોકેઇન, ચરસ અને ગાંજા સહિત અન્ય ડ્રગનું સમાવેશ હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ અમેરિકાથી મોકલવામાં આવી રહેલ છે અને જે તપાસ બાદ ગ્રામ્ય પોલીસે તમામ રિપોર્ટ NCB દિલ્હીને વચ્ચે રાખીને FBI ને મોકલી આપ્યું છે. મહત્વ નું છે કે તપાસમાં સામે આવ્યું હતું કે 100 જેટલા ડ્રગ માફિયા જે લોકો વિદેશમાં રહીને આ ડ્રગ સપ્લાય કરી રહ્યા હતા અને જેની વિગતવાર માહિતી મોકલી દેવામાં આવી હતી. હવે FBI આ તમામ લોકોની તપાસ કરી રહી છે અને ત્યાર બાદ અનેક ખુલાસા સામે આવશે.
આ મામલે બોપલ વિસ્તારમાંથી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી અને જેમાં તે લોકો એર કાર્ગો મારફતે વિદેશથી ડ્રગ મંગાવીને અમદાવાદમાં અનેક યુવાનો અને યુવતીઓને વેચતા હતા. જેને લઇ તેમની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, આ લોકો સો્ટવેરના મદદ થી વિદેશ માં બેઠેલા ડ્રગ માફિયા પાસે થી ડ્રગ મંગવતા હતા અને તેનું પેમેન્ટ અલગ અલગ રીતે કરતા હતા. પેહલા તો પોલીસને 22 પેકેટ મળ્યા હતા પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 180 જેટલા પાર્સલ તો એર કાર્ગોમાં રાખ્યા છે અને જે આ લોકોના છે ત્યાર બાદ પોલીસ દ્વારા કોર્ટમાં જઈ તે તમામ પેકેટ કબ્જે કરવામાં આવ્યા હતા.
પોલીસ આરોપીઓના તમામ ઇ-મેલ અને અન્ય મોબાઇલ, લેપટોપ સહિત વસ્તુઓ કબ્જે કરી તપાસ કરી ત્યાર બાદ 100 જેટલા ડ્રગ માફિયાના નામ સામે આવ્યા હતા. હવે FBI એ લોકોની તપાસ કરશે કે તે તમામ લોકોના નામ અને સરનામું સાચું છે કે કેમ?
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર