અમદાવાદઃ શહેરમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી પર માતાની ગેરહાજરીમાં જ પિતાએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. ઘટના એમ હતી કે, થોડા દિવસ પહેલા આઠ વર્ષની બાળકી અને તેના પિતા ઘરે એકલા હતા. બાળકીના નાનીને સારવાર માટે લઇ જવાયા હોવાથી તેની માતા પણ ત્યાં ગઇ હતી. ત્યારે પિતાએ તેની બાળકીને આઇસ્ક્રીમ ખવડાવ્યો હતો. બાદમાં આ નરાધમ પિતાએ તેના અને બાળકીના કપડાં કાઢી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
બીજે દિવસે સવારે માતા આવી ત્યારે દીકરીને પેટમાં દુખતું હોવાથી તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા. જ્યાં તેની પર દુષ્કર્મ થયું હોવાની હકીકત દીકરીએ તેની માતાને કરતા માતાની ફરિયાદ તેના પતિ સામે નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પતિ અને દીકરી સાથે રહે છે. તેની દીકરીની ઉમર આઠેક વર્ષની છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેની માતાની તબિયત ખરાબ હોવાથી રાત હોસ્પિટલમાં રોકાવવા માટે આ યુવતી ગઇ હતી. ત્યારે ઘરે તેનો પતિ અને દીકરી એકલા હતા.
તે જ રાત્રે આરોપી પતિએ તેની જ દીકરીને આઇસ્ક્રીમ ખવડાવ્યો હતો. આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ આ નરાધમ પિતાએ પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરી પીંખી નીખી હતી. યુવતી સવારે તેના ઘરે આવી ત્યારે પાડોશી મહિલાએ તેની દીકરી રાત્રે રડતી હતી અને તેને કાંઇક દુખતુ હતું તેવી વાત કરી હતી.
જેથી બાદમાં આ યુવતી તેની દીકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરે હકીકત જણાવી અને સરકારી હોસ્પ્ટિલમાં લઇ જવા સલાહ આપી હતી. જેથી આ બાળકીને હોસ્પિટલ લઇ જવાયા બાદ ડોક્ટરે દુષ્કર્મ થયું હોવાની વાત કરતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ મામલે નરાધમ પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.