Home /News /ahmedabad /

અમદાવાદમાં મળેલા માનવ અંગોમાં મોટો ઘટસ્ફોટ, પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું અને હાથ કાપી નાંખ્યા હતા

અમદાવાદમાં મળેલા માનવ અંગોમાં મોટો ઘટસ્ફોટ, પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું અને હાથ કાપી નાંખ્યા હતા

સીસીટીવીમાંથી લીધેલી તસવીર

Crime News: અમદાવાદ શહેરમાં વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. જે બાદ અમદાવાદના લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા.

    અમદાવાદ: શહેરમાં (Ahmedabad) થોડા દિવલથી અલગ અલગ જગ્યાએથી મનુષ્યના કપાયેલા (Ahmedabad murder mystery) અંગો મળતા હતા. એક જ સરખી પોલિથીન બેગમાં આ ટુકડાઓ મળતા અલગ અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. આ મર્ડર મિસ્ટ્રીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે (father kills son) ઝઘડો થયો હતો. જેમાં પિતાએ જ પોતાના દીકરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad Crime branch) આ ઘટનામાં મહત્ત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં એક સિનિયર સિટીઝન એર પોલિથીન બેગમાં મનુષ્ય અંગો સીડીમાંથી ઉતારતા અને એક્ટિવા પર લઈ જતા દેખાય છે.

    માથું અને હાથ કાપી નાંખ્યા

    આ હાહાકાર મચાવતી ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે, પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું તથા હાથ કાપી નાંખ્યા હતા. પિતા પુત્ર વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. જે બાદ અમદાવાદના લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: બે કલાકમાં થરાદમાં 3 ઇંચ જેટલો ખાબક્યો

    પોલિથીન બેગમાં ભરી હતી લાશ

    એક જ સરખી પોલિથીન બેગમાં લાશના ટુકડાં ફેંકવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં આંબાવાડી પાસેના એક મકાનના સીસીટીવીમાં એક વૃદ્ધ દેખાઈ રહ્યા છે. શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું માનવામાં આવે છે. તે પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુને લઈ જતા સીડી ઉતરતાં દેખાય છે. ત્યારબાદ તે એક્ટિવા પર બેગમાં લઈને જતાં દેખાય છે.



    એક્ટિવા નંબરથી આરોપીના ઘરની થઇ જાણ

    પોલીસને તપાસ કરતા એક્ટિવાના નંબરના આધારે સરનામું રાયપુરની સાંકડી શેરી પાસેનું જાણવા મળ્યું હતું. પોલીસ એક્ટિવાના માલિકના ત્યાં પહોંચી તો તેમણે જણાવ્યું કે, મેં તો એક્ટિવા વેચી દીધું છે, તેઓ આંબાવાડી ખાતે રહે છે. આથી પોલીસ જે વ્યક્તિને એક્ટિવા વેચ્યું હતું તેના ઘરે પહોંચી, જોકે ઘરની બહાર તાળું હોવાથી પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. ત્યારે ઘરમાંથી લોહીના ડાઘા તેમજ હથિયારો પણ જોવા મળ્યાં હતા. આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આંબાવાડી સ્થિત આ મકાનમાં એક 25 વર્ષનો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. પુત્ર છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યો નથી. ત્યાં જ હાલમાં પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હાલ પિતાની ધરપકડ કરી લીધી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crime news, Murder mystery, અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन