Home /News /ahmedabad /અમદાવાદ: પિતાનાં મિત્રએ જ સગીર દીકરીની વારંવાર લૂંટી ઇજ્જત, ગર્ભ રહેતા થયો પર્દાફાશ

અમદાવાદ: પિતાનાં મિત્રએ જ સગીર દીકરીની વારંવાર લૂંટી ઇજ્જત, ગર્ભ રહેતા થયો પર્દાફાશ

રામોલ પોલીસ સ્ટેશન

પેટા: પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ વટવામાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આનંદનગરમાં પરણિતાના પતિના મિત્રએ તેની પર દુષ્કર્મ ગુજારતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે પૂર્વ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન એક દિવસે સગીરાના ઘરે પિતાનો મિત્ર આવ્યો હતો અને તેને મજૂરી કામ માટે લઈ જવાનું કહીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અવાવરુ જગ્યા પર લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની કોઈને જાણ કરી તો તારા માતા-પિતાને મારી નાંખીશ તે પ્રકારની સગીરાને ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.

આ પણ વાંચો: દુકાનની છત પર ચડી જાણે સિંહે ગામનું નિરીક્ષણ કર્યું ,  video

આ ઘટના બાદ સગીરા પર દુષ્કર્મનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સગીરાને ઘરમાં માનસિક અસ્થિર ભાઈ હોય તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ હતી. કારણ કે, તેના માતાપિતા સવારે ખેતરે મજૂરી કામ માટે નીકળી જતા અને સાંજે પરત ફરતા હતા. જે બાબતનો જ લાભ લઈને આરોપીએ સગીરાને વારંવાર પોતાની સાથે લઈ જઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી.

આ પણ વાંચો: ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું બન્યું ફેક ઇન્સ્ટા આઈડી

માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ તબીબ પાસે ચેક કરાવતા તેને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી આ સમગ્ર ઘટનાને લઈને સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રામોલ પોલીસે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી 45 વર્ષીય આરોપીને પકડવા માટેની તજવીજી શરૂ કરી છે. આ ગુનામાં સામેલ આરોપી પોતે પરિણીત હોવાનું અને તેને પણ સંતાનો હોવાનું સામે આવ્યું છે. તેવામાં આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે, આરોપી એ સગીરાને આ વાત કોઈને કહીશ તો તારા માતા પિતાને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો