Home /News /ahmedabad /Ahmedabad: બિહારના ફેમસ લિટ્ટી ચોખા ખાવા હોય તો અહીં પહોંચી જજો, આવી રીતે બને આ ડિશ

Ahmedabad: બિહારના ફેમસ લિટ્ટી ચોખા ખાવા હોય તો અહીં પહોંચી જજો, આવી રીતે બને આ ડિશ

X
પરંપરાગત

પરંપરાગત વાનગીને લંચ અને ડિનર માટે પણ લઈ શકાય છે

મૂળ બિહારનાં બકસરનાં વતની બાદલકુમાર ફેશન ડિઝાઇનર છે. પરંતુ અમદાવાદમાં બિહારનું પ્રખ્યાત લિટ્ટી ચોખા ફૂડનું વેચાણ કરી રહ્યાં છે. મુખ્ય ત્વે બિહાર અને ઝારખંડમાં ખવાય છે. તે લંચ અને ડિનર માટે પણ લઈ શકાય છે. લિટ્ટી દેખાવમાં બાટી જેવી જ છે. પરંતુ તેમાં થોડો તફાવત છે. તેમાં ભરવાની પિઠ્ઠી (સ્ટફિંગ) સત્તુ સાથે બનાવવામાં આવે છે

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad : શું તમે બિહાર અને ઝારખંડનું ફેમસ ફૂડ લિટ્ટી ચોખાનો ટેસ્ટ અમદાવાદમાં માણ્યો છે ખરો? પહેલાં તો નામ સાંભળીને આપણને એવું લાગે કે આ ફૂડને ચોખામાંથી બનાવાતું હશે. પરંતુ તમને નવાઈ લાગશે કે આ લિટ્ટી ચોખામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો હવે તમને લાગશે કે આ લિટ્ટી ચોખા શેમાંથી બનતા હશે અને કેવા હશે? તો ચાલો આજે આપણે વાત કરીએ લિટ્ટી ચોખાની.

પરંપરાગત વાનગીને લંચ અને ડિનર માટે પણ લઈ શકાય છે

લિટ્ટી ચોખા એ પરંપરાગત વાનગી છે. જે મુખ્યત્વે બિહાર અને ઝારખંડમાં ખવાય છે. તે લંચ અને ડિનર માટે પણ લઈ શકાય છે. લિટ્ટી દેખાવમાં બાટી જેવી જ છે. પરંતુ તેમાં થોડો તફાવત છે. તેમાં ભરવાની પિઠ્ઠી (સ્ટફિંગ) સત્તુ સાથે બનાવવામાં આવે છે અને લિટ્ટીને રીંગણ ભર્તા અથવા છૂંદેલા બટાકા સાથે ખાવામાં આવે છે.

આ લિટ્ટી ચોખાની શરૂઆત એક કપલે સાથે મળીને કરી છે. જેમાં બાદલકુમારે ફેશન ડિઝાઇન NIFT માંથી કર્યું છે. જ્યારે શ્રેયા પાંડે ગણિત વિષયની શિક્ષકા છે. તેણે ગણિતમાં વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ હલ કરવાની ઝડપી રીતો આપીને સરળ બનાવ્યું. જો વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હોય તો મદદ કરવામાં અટકાતી નથી.

2019માં FDCI આયોજિત ભારતીય ફેશન વીકમાં ખાદી કલેક્શન પ્રદર્શિત કર્યું

બાદલ કુમારે જણાવ્યું હતું કે, હું મૂળ બક્સર, બિહારનો વતની છું. મેં 2012 માં NIFT મોહાલીમાંથી ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કર્યો છે. અત્યારે હાલમાં એક ડિઝાઇનર અને પેટર્ન પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મેં માર્ચ 2019માં FDCI આયોજિત ભારતીય ફેશન વીક (LMIFW) માં મારું ખાદી કલેક્શન પ્રદર્શિત કર્યું હતું. હું સતત પ્રેક્ટિકલ કરવામાં રસ ધરાવું છું.

આ સાથે NID કુરુક્ષેર્તા, NIIFT, UID ગુજરાત યુનિવર્સિટી જેવી જાણીતી ડિઝાઇન સંસ્થા અને ઘણી બધી ડિઝાઇન યુનિવર્સિટીઓ અને કોલેજમાં મારું જ્ઞાન શેર કર્યું છે. મેં ઘણા ડિઝાઇન ક્ષેત્રના નિષ્ણાતો સાથે કામ કર્યું છે. જેમાં અનુજ શર્મા, જેમ્સ ફરેરા, રાહુલ મિશ્રા અને ટિસો ઘારી અરવિંદ મિલ્સમાં ડિઝાઇન કરવા માટે સંકળાયેલા છે.

અમદાવાદમાં બિહારનું ફેમસ ફૂડ ન મળતા જાતે જ લિટ્ટી ચોખા રાંધવાનું શરૂ કર્યું

વર્ષ 2012માં જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. મેં અહીં અમદાવાદમાં બિહારનું ફેમસ ફૂડ લિટ્ટી ચોખા શોધવાનો પ્રયત્ન કર્યો પણ મને મળ્યા નહિ. ત્યારબાદ મેં મારી જાતે જ લિટ્ટી ચોખા રાંધવાનું શરૂ કર્યું. આ સાથે મારા સાથીદાર મિત્રોને તેનો ટેસ્ટ કરાવતો. જ્યારે મિત્રોએ લિટ્ટી ચોખા ખાધા ત્યારે તેઓ મને કહેવા લાગ્યા કે તમારે આ લિટ્ટી ચોખાને વ્યવસાય તરીકે શરૂ કરજો. પરંતુ હું મારી બ્રાન્ડ બનાવવામાં વ્યસ્ત હતો અને સાથે વર્ગો લેવામાં હું તેને શરૂ કરવામાં નિષ્ફળ રહ્યો.

પરંતુ 2022માં જ્યારે મેં શ્રેયા પાંડે સાથે લગ્ન કર્યા ત્યારે મેં મારી પત્નીને લિટ્ટી ચોખા સાથે ફૂડ બિઝનેસમાં આવવા કહ્યું. કારણ કે તે મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તેમાં તે સંમત થઈ. ત્યારબાદ લિટ્ટી ચોખાના ટેસ્ટને વધુ સારો બનાવવા અને લોકપ્રિય બનવા માટે સંશોધન અને પ્રયોગો શરૂ કર્યા. ઘણી મહેનતના અંતે 31મી જુલાઈ, 2022 ના રોજ અમે નવી સફર શરૂ કરી. અત્યારે હાલમાં અમારે ત્યાં લિટ્ટી ચોખાનો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે.

સરનામું : લિટ્ટી ચોખા, શુભમ કોમ્પલેક્ષ, સનરાઈઝ પાર્ક રોડ, સંજીવની હોસ્પિટલની સામે, વસ્ત્રાપુર, અમદાવાદ (મુખ્ય શાખા) તથા લિટ્ટી ચોખા, IIM ગેટની સામે, IIM રોડ, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Fast food, Local 18