અમદાવાદ: પહેલા સગા પાડોશી અને બીજા સગા ઘરના. આ કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. એક જ ઘરના લોકો નજીવી બાબતે ઝગડા પર ઉતરી આવ્યા હતા. મકાનમાં રહેતો ભાઈ તેની પત્ની સાથે માતા પિતા અને બહેન સાથે ઝગડો (family fight) કરી બહેનને માર મારવા લાગ્યો હતો. બહેનની રક્ષાએ કરવાની જગ્યાએ ભાઈએ તેની પત્નીનો સાથ આપી તેની તરફદારી કરી હતી. સમગ્ર મામલે પોલીસે (police ) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતી 30 વર્ષીય મહિલા હાલ શારદા બહેન હોસ્પિટલમાં છે. તે તેના માતા પિતા ભાઈ સાથે રહે છે. તે જે મકાનમાં રહે ચાઉં તે મકાન તેના પિતાના નામે છે અને ત્યાં ઉપરના માળે તેનો ભાઈ અને ભાભી તેમની પુત્રી સાથે રહે છે.
મહિલાના પિતાને કેન્સરની બીમારી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના મકાનના ઉપરના ભાગે રહેતો ભાઈ આ મહિલા અને તેના અન્ય ભાઈને જાહેરમાં વાંઢા કહીને બંનેને શરમમાં મુકતો હતો.
મહિલાના એક ભાઈએ એક્ટિવા ખરીદતા તે એક્ટિવા મકાનના ઉપરના ભાગે રહેતો તેનો ભાઈ વાપરતો હતો. શુક્રવારે તેઓ સુતા હતા ત્યારે મહિલા બાલ્કનીમાં સૂતી હતી ત્યારે ઉપરના માળે રહેતો ભાઈ અચાનક તેના ભાઈ અને માતા પિતાને ગાળો બોલી ઝગડો કરતો હતો.
આ મહિલાની ભાભીએ આ મહિલાને ક્યાં ગઈ પેલી લુખ્ખી કહીને તેની સાથે પણ ઝગડો કર્યો હતો. મહિલાએ તેની ભાભીને વળતો જવાબ આપ્યો તો તેનો ભાઈ પત્નીની તરફેણમાં આવી ગયો અને તેની પત્નીને કોઈ કાઈ કહેશે તો તેમ કહી ધમકી આપી મહિલાના વાળ ખેંચી તેને માર માર્યો હતો.
" isDesktop="true" id="1075855" >
આટલું જ નહીં મહિલાના પિતા એટલા ગભરાઈ ગયા કે તેઓ કઈ બોલી જ શકતા ન હતાં. બાદમાં મહિલા એ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેની ભાભીએ માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. જોકે આ પારિવારિક ઝગડો પોલીસસ્ટેશન પહોંચતા પોલીસે બને પક્ષે સાંભળીને મહિલાની ફરિયાદ તેના ભાઈ અને ભાભી સામે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.