અમદાવાદ : અકસ્માત બાદ ઓપરેશનમાં યુવાનનું મોત, પરિવારે ડૉક્ટરો પર આક્ષેપ કર્યો

આ ઘટના અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

News18 Gujarati
Updated: November 10, 2019, 2:40 PM IST
અમદાવાદ : અકસ્માત બાદ ઓપરેશનમાં યુવાનનું મોત, પરિવારે ડૉક્ટરો પર આક્ષેપ કર્યો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 10, 2019, 2:40 PM IST
ઋત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદનાં વાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલમાં એક યુવાનનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે યુવકનાં પરિવારજનોએ હૉસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડૉક્ટરની બેદરકારીને કારણે યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં વાડજ વિસ્તારમાં રહેતા માંગીલાલ ભુતાજી ખટીકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ પ્રમાણે તેમનો પુત્ર યોગેશ બાઇક લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન રણછોડનગર પાસે સામેથી અચાનક એક્ટિવા આવતા બ્રેક મારી હતી. જેના કારણે બાઇક સ્લીપ મારતા યુવાન નીચે પડ્યો હતો. જેના કારણે તેમને જમણા હાથમાં વાગ્યું હતું. જેથી તેમણે નિર્ણયનગર ગરનાળા પાસે આવેલી ત્રિશા હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો : અમદાવાદ Murder: ત્રણ કલાક કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરી કોથળીમાં ભર્યા

હાથમાં ફ્રેક્ચર થયું હતું

યુવકનાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેથી ડૉક્ટરોએ તેમનું ઓપરેશન કરવું પડશે તેવું કહ્યું હતું. જે બાદ ઓપરેશનમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યાં બાદ તબિયત લથડી હતી. જે બાદ પરિવારનાં આક્ષેપ પ્રમાણે યુવાનનું અચાનક મોત નીપજ્યું હતું. યુવકનાં મોત બાદ પરિવારે ડૉક્ટરો પર આક્ષેપ મુક્યો હતો કે તેમની બેદરકારીને કારણે તેમના દીકરાનું મોત નીપજ્યું છે. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી હતી
Loading...

થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. 14 વર્ષની ધ્વનિ બાબુભાઇ ચૌહાણ પાલ અડાજણમાં રહેતી હતી. તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે સમયે થોડી સારવાર આપીને બીજા દિવસે બોટલ ચઢાવ્યાં હતાં. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...