Home /News /ahmedabad /નકલી પોલીસ બની હોટલમાંથી નીકળતા કપલો પાસેથી રૂપિયા પડાવતો આરોપી ઝડપાયો

નકલી પોલીસ બની હોટલમાંથી નીકળતા કપલો પાસેથી રૂપિયા પડાવતો આરોપી ઝડપાયો

નકલી પોલીસ બની હોટલમાંથી નીકળતા કપલો પાસેથી રૂપિયા પડાવતો આરોપી ઝડપાયો

આરોપીને અગાઉ એસઆરપીમાંથી ડિસમિસ કરવામાં આવ્યો છે, આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના આઈ કાર્ડ અને કાર એમ કુલ રૂપિયા 4 લાખ 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ : હોટલમાંથી બહાર નીકળતા કપલોને પોલીસની ખોટી ઓળખ આપીને ડરાવી ધમકાવી દાગીના અને રોકડ રકમ પડાવી લેતા આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીને અગાઉ એસઆરપીમાંથી ડિસમિસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ પ્રકારે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયા પડાવવા નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જશોદા નગર ચાર રસ્તા પાસેથી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના આઈ કાર્ડ અને કાર એમ કુલ રૂપિયા 4 લાખ 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ એસઆરપીના કોન્સ્ટેબલમાંથી ડિસમિસ થયેલ છે. આરોપી અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોની બહાર નીકળતા કપલ અને દેહવિક્રયનો વેપાર કરતી યુવતીઓના દલાલનો પીછો કરીને તેઓને રોકીને પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતો હતો.

આ પણ વાંચો - વરાછામાં શાકભાજી વેચતા લોકોનો આક્ષેપ, દબાણખાતા વાળાએ માર માર્યો

આરોપીની પૂછપરછમાં અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બનેલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં નવરંગપુરા, હીરાવાડી , જશોદાનગર અને સરખેજ જેવા વિસ્તારોમાં અલગ-અલગ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીના ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ પણ આરોપી વર્ષ 2012માં બનાવટી પોલીસની ઓળખ આપીને રૂપિયા બનાવવાનાં ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો હતો. ઉપરાંત વર્ષ 2009માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પણ અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
First published:

Tags: Fake police, Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો