Home /News /ahmedabad /

માર્કશીટ કૌભાંડ: પોલીસે બોગસ માર્કશીટ બનાવી વિદેશ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી

માર્કશીટ કૌભાંડ: પોલીસે બોગસ માર્કશીટ બનાવી વિદેશ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી

બોગસ માર્કશીટ કૌભાંડમાં ત્રણની ધરપકડ

પોલીસે આરોપી મનીષ ઝવેરી (Manish Zaveri), નીરવ વખરીયા (Nirav Vakharia) અને જીતેન્દ્ર ઠાકોર (Jitendra Thakor)ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે.

અમદાવાદ: વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓની માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લિકેટ માર્કશીટ (Duplicate marksheet) બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી છે. પોલીસ હવે આ કેસની તપાસ માટે યૂકેની એમ્બેસી (UK Embassy) અને વિદેશની યુનિવર્સિટીની મદદ લેશે. પોલીસ ઇ-મેઇલ કરીને આવા વિદ્યાર્થીઓની માહિતી મેળવશે. જે વિદ્યાર્થીઓ બનાવટી માર્કશીટ બનાવીને વિદેશ પહોંચ્યા છે, તેઓની વિગત મેળવીને પોલીસે તપાસ શરૂ કરી છે. અત્યારસુધીમાં આરોપીએ કેટલા વિદ્યાર્થીને આ રીતે બનાવટી માર્કશીટ (Fake marksheet) બનાવીને વિદેશ મોકલ્યા છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને આરોપી પાસેથી જપ્ત કરેલા લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી મહત્વનો ડેટા પણ મળી આવ્યો છે.

કેવી રીતે કરતા હતા ચેડા?


10 રૂપિયામાં જે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ થાય છે તેના લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવી UK મોકલવાની બોગસ પરમીટ રેડી કરનારને એલિસબ્રિજ પોલીસે ઝડપી પાડ્યા છે. 68 માર્કના 86 માર્ક બનાવી ડુપ્લિકેટ માર્કશીટ પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ ર્ક્યો છે. પોલીસે આરોપી મનીષ ઝવેરી (Manish Zaveri), નીરવ વખરીયા (Nirav Vakharia) અને જીતેન્દ્ર ઠાકોર (Jitendra Thakor)ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે.

પોતાનું કરિયર બનાવવા કોઈ બેરોજગાર પોતાની જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા હોય છે. પંરતુ ક્યારેક શોર્ટ કટ અપનાવવા જતાં ગઠિયાઓના સકંજામાં ફસાતા હોય છે. લોકોના જીવનની આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ પોલીસે કર્યો છે. આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 10, 12 અને કોલેજની માર્કશીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 31 ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી.

આ પણ વાંચો: બસમાં ફસાયેલા 20 લોકોને રેસ્ક્યૂ કરાયા, પાણીના પ્રવાહમાં ફસાઈ હતી બસ

મનીષ ઝવેરી માસ્ટર માઇન્ડ


માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTSની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે.

આ રીતે બનાવતો હતો ડુપ્લિકેટ માર્કશીટ


જે વિદ્યાર્થીઓના 12 ધોરણમાં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે. જેથી આરોપી અસલી માર્કશીના માર્ક્સમાં ચેડા કરતો હતો. દા.ત. 56 માર્કસના 76 કે 86 કરતો હતો અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UKની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો. જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો.

કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના જાગૃતિના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Students, ગુજરાત, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन