Home /News /ahmedabad /

Insurance Claim: વાહનના વીમાની રકમ મેળવવા રાજકોટના પરિવારે અજમાવી એવી યુક્તિ કે ભલભલા માથું ખંજવાળે!

Insurance Claim: વાહનના વીમાની રકમ મેળવવા રાજકોટના પરિવારે અજમાવી એવી યુક્તિ કે ભલભલા માથું ખંજવાળે!

વીમાનો દાવો (Shutterstock તસવીર)

Insurance Claim: આ પરિવારે એવી વીમા પોલિસી ખરીદી હતી, જેમાં લક્ઝુરિયસર કાર, પ્રીમિયમ સેડાન અને SUVsને કવર કરવામાં આવી હતી. તમામ લોકોએ સાથે મળીને વાર્ષિક રૂ. 68,000ની વીમા પ્રીમિયમની ચૂકવણી કરી હતી અને આ તમામ દુર્ઘટના બાદ રૂ. 80 લાખનો દાવો કર્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: રાજકોટના એક પરિવારે વીમા કંપની પાસેથી વાહનોનો વીમો પકવવા માટે ગજબની ટ્રીક વાપરી હતી. પરિવારના દાવા પરથી એવું જ લાગે કે ખરેખર પરિવારના પાંચ સભ્યોને એક જ દિવસે અકસ્માત નડ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, વીમાને ક્લેમ કરવા માટે આ પ્રકારની ઘટનાઓ માટે પ્લાન કરવામાં આવ્યો હતો. રાજકોટના 40 વર્ષીય એક વ્યક્તિ અને તેના પરિવારના ચાર સભ્યોએ જણાવ્યું કે, અલગ અલગ જગ્યાએ તેઓ દુર્ઘટનાના શિકાર થયા હતા. તેઓ અલગ અલગ જગ્યાએ કાર ચલાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ તમામ અકસ્માતો ગત વર્ષે એક જ દિવસે 31 ડિસેમ્બરના રોજ થઈ હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે પરિવારે આ વર્ષે માર્ચમાં અલગ અલગ કંપનીઓમાંથી વીમો ક્લેઈમ કર્યો હતો. બે વીમકર્તાઓને આ સમગ્ર ઘટનામાં નાટકીય અંદાજ જોવા મળ્યો હતો. જાણવા મળ્યું હતું કે, આ મુદ્દે ફ્રોડ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ મામલે રાજકોટ, અમરેલી અને અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. વીમા કંપનીઓએ જણાવ્યું કે, તરુણ કંટારિયા, તેમના સાળા જી. ડી. રાઠોડ અને તરુણ કંટારિયાના ભાઈ કૌશલ તથા પિતરાઈ ભાઈ ગગન કંટારિયા અને તેમની પત્ની ભૂમિએ નવેમ્બર 2021માં અલગ અલગ વાહનોની ખરીદી કરી હતી.

80 લાખનો દાવો કરાયો


આ પરિવારે એવી વીમા પોલિસી ખરીદી હતી, જેમાં લક્ઝુરિયસર કાર, પ્રીમિયમ સેડાન અને SUVsને કવર કરવામાં આવી હતી. તમામ લોકોએ સાથે મળીને વાર્ષિક રૂ. 68,000ની વીમા પ્રીમિયમની ચૂકવણી કરી હતી અને આ તમામ દુર્ઘટના બાદ રૂ. 80 લાખનો દાવો કર્યો હતો.

જાન્યુઆરી 2022માં પરિવારે ફરી એકવાર પાંચ વાહન ખરીદ્યા હતા અને તેનો વીમો કરાવ્યો હતો. દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે રૂ. 40 લાખની માંગ કરી હતી. આ વર્ષે વીમા કંપનીએ રકમ ચૂકવવાની ના પાડી દીધી હતી. પરિવારે વાહનની ખરીદીના મૂળ દસ્તાવેજ જમા કરાવ્યા ન હતા. પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી અને ચૂકવણીની રકમ મંજૂર કરી દીધી હતી.

આ પણ વાંચો: નવા વાહનમાં જૂના વાહનનો નંબર ટ્રાન્સફર કરવા માટે ચૂકવવી પડશે આટલી ફી

વીમા કંપનીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘આ સમગ્ર મામલે તપાસ કર્યા બાદ અમે પોલીસને અરજી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તમામ દુર્ઘટનાઓ જાણી જોઈને કરવામાં આવી હતી.’ રાજકોટ અને અમરેલી પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, સેકન્ડ હેન્ડ કારોનો ઉપયોગ કરીને ઉચ્ચ રકમનો વીમા કંપનીઓમાં દાવો કરવામાં આવે છે.

આ રીતે વીમા કંપનીઓને લગાડતા હતા ચૂનો


એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘અમે અનેક એવા મામલાઓ સામે આવ્યા છે કે, જેમાં વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર ખરીદે છે અને વધુમાં વધુ વીમો લે છે. ત્યારબાદ વીમા ક્લેઇમ માટે એક નકલી દુર્ઘટનાને અંજામ આપે છે. અનેક લોકો આ દુર્ઘટનાઓને વાસ્તવિક રૂપે રજૂ કરવા માટે પ્રોફેશનલ ડ્રાઈવર, વીમા કંપનીઓના કર્મચારીઓની મદદનો સહારો લે છે.’

આ પણ વાંચો: તમે પણ ગુજરાતમાં શરૂ કરી શકશો વાહનોનું ફિટનેસ સેન્ટર

તરુણ કંટારિયાએ આ નકલી ઘટનાને વાસ્તવિક દર્શાવવા માટે આવી જ એક ટીમ ઊભી કરી હતી. તાજેતરમાં અમદાવાદમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. આ મામલે એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી કે, વીમા કંપની દાવાની રકમ ચૂકવવા માટે ના પાડી રહી છે. અમદાવાદ પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, સૌરાષ્ટ્ર અને સુરતમાં આ પ્રકારના અનેક મામલાઓ સામે આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, અકસ્માત, કાર, ગુનો, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन