કારસેવકોએ મસ્જિદ નહીં મંદિર તોડ્યું હતું : મહંત જ્ઞાનદાસ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કારસેવકોએ મસ્જિદ નહીં મંદિર તોડ્યું હતું : મહંત જ્ઞાનદાસ
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. નાના મોટા સૌ કોઇ રાજકીય રંગમાં રંગાયા છે ત્યારે અયોધ્યાને લઇને એક સનસનીખેજ વિગત સામે આવી છે. અયોધ્યાના હનુમાનગઢી અખાડાના મહંત જ્ઞાનદાસએ 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એ દિવસે કારસેવકોએ મસ્જિદ નહીં પણ મંદિર તોડ્યું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અયોધ્યા #ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. નાના મોટા સૌ કોઇ રાજકીય રંગમાં રંગાયા છે ત્યારે અયોધ્યાને લઇને એક સનસનીખેજ વિગત સામે આવી છે. અયોધ્યાના હનુમાનગઢી અખાડાના મહંત જ્ઞાનદાસએ 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એ દિવસે કારસેવકોએ મસ્જિદ નહીં પણ મંદિર તોડ્યું હતું. ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, 1985માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વિવાદીત ઢાંચાને ખોલવાનો આદેશ આપ્યો હતો. એ બાદથી અહીં રામલલ્લાની પૂજા થઇ રહી હતી. આ રીતે જોઇએ તો 1992માં ભાજપ, આરએસએસ અને વિહિપના કારસેવકો દ્વારા જે વિવાદીત ઢાંચાને તોડવામાં આવ્યો હતો એ મસ્જિદ નહીં પરંતુ મંદિર હતું જ્યાં ભગવાન રામલલ્લાની પૂજા થઇ રહી હતી. મહંત જ્ઞાન દાસે ચોંકાવનારૂ નિવેદન આપતાં કહ્યું કે, જો વડાપ્રધાન ઇચ્છતા તો રામ મંદિરનું નિર્માણ થઇ જાય, પરંતુ તેઓ આ મુદ્દે કંઇ પણ નથી બોલી રહ્યા. જ્ઞાનદાસે કહ્યું કે, અત્યાર સુધી તો એમનું સમર્થન અખિલેશને છે પરંતુ જો વડાપ્રધાનનું આ અંગે કંઇ નિવેદન આવે તો વિચારી શકાય. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીમાં એમને વિશ્વાસ છે કારણ કે એ એક મજબૂત નેતા છે.
First published: February 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर