Home /News /ahmedabad /MSME Business: સરકારનો મહત્વનો નિર્ણય, અન્ય વિભાગની મંજૂરી માટે 'ફેસિલિટેશન ડેસ્ક' શરૂ કરાશે
MSME Business: સરકારનો મહત્વનો નિર્ણય, અન્ય વિભાગની મંજૂરી માટે 'ફેસિલિટેશન ડેસ્ક' શરૂ કરાશે
ઋષિકેશ પટેલ - ફાઇલ તસવીર
MSME Business: રાજ્ય સરકારે MSME ઉદ્યોગકારો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારોને અન્ય વિભાગ તરફથી મંજૂરી લેવાની હોય છે. ત્યારે તેમની મંજૂરી ઝડપથી મળે તે માટે ‘ફેસિલિટેશન ડેસ્ક’ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્ય સરકારે MSME ઉદ્યોગકારો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારોને અન્ય વિભાગ તરફથી મંજૂરી લેવાની હોય છે. ત્યારે તેમની મંજૂરી ઝડપથી મળે તે માટે ‘ફેસિલિટેશન ડેસ્ક’ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ગુજરાત એમ.એસ.એમ.ઇ. ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લિસમેન્ટ એન્ડ ઓપરેશન્સ એકટ-2019ની સ્કીમ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. પ્રોજેકટ્સને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ મેળવી લેવાનો સમય મળતો હોય છે. આ પ્રોજેક્ટ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તથા રાજય સરકારના અન્ય વિભાગોની મંજૂરીઓ ઝડપથી મળી રહે તે હેતુથી કમિશનર-એમ.એસ.એમ.ઇ. કચેરીમાં તેમજ ઝોનલ કચેરીઓમાં 'ફેસિલિટેશન ડેસ્ક' દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો મેળવી સત્વરે મંજૂરી મળી રહે તે માટે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.
યુવાનો માટે રોજગારલક્ષી તાલીમનું આયોજન
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના (MBKEY) મારફતે રાજ્યના 50 હજાર યુવાનોને આગામી ત્રણ વર્ષમાં ન્યૂ એજ સ્કીમ એટલે કે, ભવિષ્યમાં નવી ટેકનોલોજીના જે કૌશલ્યની જરૂરિયાત ઊભી થવાની છે, તેને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન તાલીમ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેઇન ટેકનોલોજી જેવા કૌશલ્યોમાં સુસજ્જિત કરવા માટે આઈ.ટી.આઈ. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી તેમજ ખાનગી તાલીમ સંસ્થાઓના સહયોગથી આવી રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવશે.