Home /News /ahmedabad /Ahmedabad: ફોટો જર્નાલિસ્ટનું એકઝિબિશન યોજાયું; કોરોના મહામારીની બેનમૂન તસ્વીરો પ્રદર્શિત કરાઈ

Ahmedabad: ફોટો જર્નાલિસ્ટનું એકઝિબિશન યોજાયું; કોરોના મહામારીની બેનમૂન તસ્વીરો પ્રદર્શિત કરાઈ

X
160

160 તસ્વીરો કોરોનાની કમકમાટી બતાવે છે

વર્લ્ડ ફોટોગ્રાફી ડેની (World Photography Day) ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન (Photo Journalist Association) દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.160 સુંદર અને સમાચારલક્ષી ચિત્રો રજૂ કરાયા

વધુ જુઓ ...
    Parth patel, Ahmedabad:અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી (Ravishankar Art Gallery) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. આ પ્રદર્શન (Exhibition) ગેલેરીમાં દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો (Artists) દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે.

    રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો એક્ઝિબિશનનું આયોજન

    વર્લ્ડ ફોટોગ્રાફી ડેની (World Photography Day) ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન (Photo Journalist Association) દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુક્યું હતું. આ ઉપરાંત ફોટો પ્રદર્શન (Photo Exhibition) પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ અમિત શાહ, ધારાસભ્ય રાકેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ ફોટો જર્નાલિસ્ટ એક્ઝિબિશનમાં 160 સુંદર અને સમાચારલક્ષી (News Oriented) અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. જેને મુખ્યમંત્રીએ અત્યંત રસપૂર્વક આ તસ્વીરોને નિહાળી હતી. કેમેરાના (Camera) માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંત્રીએ બિરદાવીને તસ્વીરકારોને (Photographers) અભિનંદન પણ આપ્યા હતા.

    આ પણ વાંચો: ચાણક્યપુરીમાં સ્થિત છે સોમનાથ મહાદેવનું ભવ્ય શિવાલય; દર્શન માત્રથી જ ભક્તોના થઈ જાય છે દુ:ખ દૂર

    લગભગ 30 વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશિએશનના 31 સભ્યો દ્વારા કોરોના (Corona) કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર (Government) દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટિંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટો પત્રકારો (Journalists) દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે. તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો (Pictures) આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.



    તસ્વીરકારોને CM ના હસ્તે ઈનામ એનાયત કરાયા

    શ્રેષ્ઠ તસ્વીરો (Best Photos) પૈકી પ્રથમ ક્રમાંકે અમીત દવે, બીજા ક્રમે શૈલેષ સોલંકી અને ત્રીજા ક્રમે ધવલ ભરવાડને તથા અન્ય 10 કોન્સોલેશન પ્રાઈઝ (Prize) મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના (CM) હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જાહેર જનતા (Public) માટે 23 ઓગસ્ટથી 28 ઓગષ્ટ સુધી સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

    સરનામું : રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ.
    First published:

    Tags: Art Gallery Exhibition, Journalists, અમદાવાદ, કોરોના