અમદાવાદના લોકોને જાગૃત કરવા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે લોકો માહિતગાર કરવા તથા તેને આગળ વધારવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે એક પેઢીથી બીજી પેઢી સુધી સંદેશો કલાના માધ્યમથી પહોંચાડવા માંગે છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. જેમાં આ વખતે પ્રદર્શનમાં જમશેદપુર, ઝારખંડના શિલ્પીનિકેતન ગ્રુપ દ્વારા ધ આર્ટ શો રજૂ કરવામાં આવ્યો છે.
શિલ્પીનિકેતન ગ્રુપના કલાકારોએ સુંદર પેઈન્ટિંગ અને સ્કલ્પચર બનાવીને રજૂ કર્યા
શિલ્પીનિકેતન ગ્રુપના કલાકારો દ્વારા સુંદર પેઈન્ટિંગ અને સ્કલ્પચર બનાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે કેટલાક કલાકારોના પેઈન્ટિંગ વિશે જાણીએ.
સંગીતા દવે સાથે વાત કરતા જણાવ્યું કે અમદાવાદના લોકોને જાગૃત કરવા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે લોકો માહિતગાર કરવા તથા તેને આગળ વધારવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે એક પેઢીથી બીજી પેઢી સુધી સંદેશો કલાના માધ્યમથી પહોંચાડવા માંગે છે.
વધુમાં જણાવતા કહ્યું કે આજની યુવા પેઢીનો મોટા ભાગનો સમય મોબાઈલ ફોન અને ટીવી પાછળ જતો હોય છે. આ અમૂલ્ય સમયનો સદ્ઉપયોગ થાય તે દરેક માટે જરૂરી છે. તેમનું માનવું એ છે કે દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ કલાની ભાવના છુપાયેલી હોય છે. તેને ઉજાગર કરવી એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.માતા-પિતાને પણ કહેવા માંગે છે કે બાળકોને જે વિષયમાં રસ હોય તેમાં પ્રોત્સાહિત કરવા જોઈએ. તેનાથી બાળકો આપણી કલાને આગળ વધારી શકે.
વોટરની અછતને ધ્યાનમાં રાખીને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા
જ્યારે સોમા બ્યુરા સાથે વાત કરતા જણાવ્યું કે તેમનો મુખ્ય વિષય વોટર છે. જેમાં તેમણે વોટર આધારિત જુદા જુદા પેઈન્ટિંગ બનાવી રજૂ કર્યા છે. જો કે અત્યારના સમયમાં વોટરનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ. પરંતુ ઘણી જગ્યાએ તેની અછત વર્તાતી જોવા મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પેઈન્ટિંગના માધ્યમથી લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
તેઓ ઈચ્છે છે કે તેમના સાથી કલાકારો મનમાં જે વિચારે છે તેને કલાના માધ્યમથી લોકો સમક્ષ વ્યક્ત કરે છે. અત્યારની નવી ભાવિ પેઢી કમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળી પોતાની કલા પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે.
સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.