Home /News /ahmedabad /'કોલ્ડ ડ્રિંકમાં ગરોળી નીકળવાની ફરિયાદ બાદ મેકડોનાલ્ડ્સનો મેનેજર હસવા લાગ્યો, પોલીસ બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારી'
'કોલ્ડ ડ્રિંકમાં ગરોળી નીકળવાની ફરિયાદ બાદ મેકડોનાલ્ડ્સનો મેનેજર હસવા લાગ્યો, પોલીસ બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારી'
ભાર્ગવ જોશીએ કડવા અનુભવ વિશે વાત કરી.
Dead Lizard In McDonald's Soft Drink: "ગરોળી નીકળવાના બનાવ બાદ આઉટલેટ ખાતેથી અમને બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું. આવું ન કરવા પર પોલીસ બોલાવવાની ચીમકી પણ ઊચ્ચારવામાં આવી હતી."
અમદાવાદ: પાંચ દિવસ પહેલા અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ (McDonald’s outlet)ના એક આઉટલેટમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી (Lizard in cold drink) નીકળી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC)ને આ આઉટલેટને સીલ કરી દીધું હતું. આ મામલે હવે જે ગ્રાહકના કોલ્ડ ડ્રીંકમાંથી ગરોળી નીકળી હતી તેણે મોટા ખુલાસા કર્યાં છે. ગ્રાહકનું કહેવું છે કે મેકડોનાલ્ડ્સના મેનેજરે તેની ફરિયાદ પર વધારે ધ્યાન આપ્યું ન હતું તેમજ ફરિયાદ કરવા પર તે હસવા લાગ્યો હતો. ગરોળી નીકળવાના બનાવ બાદ સાયન્સ સિટી રોડ (Science city road) પર આવેલા આ આઉટલેટ વિરુદ્ધ એએમસીએ કડક કાર્યવાહી કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પીડિત ગ્રાહક ભાર્ગવ જોશી (Bhargav Joshi)એ જણાવ્યું હતું કે, "મેકડોનાલ્ડ્સ આઉટલેટ ખાતે મારા કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળી હતી. આ અંગે જ્યારે એરિયા મેનેજરને ફરિયાદ કરવામાં આવી ત્યાર તે હસવા લાગ્યો હતો અને સીસીટીવી કેમેરા ચેક કરવાની વાત કરી હતી. જોકે, તે આટલું કહીને ગયા બાદ પાછો આવ્યા ન હતો. આ દરમિયાન આઉટલેટ ખાતે ઓર્ડર લેવામાં આવી રહ્યા હતા. જ્યારે અમે પગલાં લેવાની વાત કરી ત્યારે તેમણે બિલની રકમ પરત કરવાની વાત કરી હતી."
ભાર્ગવ જોશીએ આ મામલે વધુમાં જણાવ્યુ હતું કે, "ગરોળી નીકળવાના બનાવ બાદ આઉટલેટ ખાતેથી અમને બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું. આવું ન કરવા પર પોલીસ બોલાવવાની ચીમકી પણ ઊચ્ચારવામાં આવી હતી. જે બાદમાં અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સમક્ષ ફરિયાદ આપી હતી. તેમણે તપાસ કરીને આઉટલેટને સીલ કરી દીધું હતું."
વીડિયો પોસ્ટ કર્યો
બાદમાં ભાર્ગવ જોશી તરફથી આ અંગેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જે બાદમાં એએમસીએ તાત્કાલિક અસરથી આ આઉટલેટને સીલ કરી દીધું હતું. એએમસીએ કોલ્ડ ડ્રિંકના સેમ્પલ લીધા હતા અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું.
Ahmedabad | Lizard was found in my soft drink at a McDonald's outlet. Area manager laughed over complaint& told us that he'll check (CCTV)cameras. He didn't return, meanwhile, order continues. When we pressed them to take action,they offered to return bill amount: B Joshi (25.05) pic.twitter.com/vi8pwX0C4k
આ બનાવ શનિવારે બન્યો હતો. ભાર્ગવ તેના એક મિત્ર સાથે મેકડોનાલ્ડ્સના આઉટલેટ ખાતે કોક પી રહ્યો હતો. આ દરમિયાન તેની કોકમાંથી ગરોળી નીકળી હતી. આ મામલે મેકડોનાલ્ડ્સ તરફથી પણ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ તેમના આઉટલેટ ખાતે હાઇજિન અને સ્વચ્છતાનું ખૂબ વધારે ધ્યાન રાખે છે.
"મેકડોનાલ્ડ્સ ખાતે અમે અમારા ગ્રાહકોને ઉત્તમ સુરક્ષા, સ્વચ્છતા અને હાઇજિન પૂરા પાડવા માટે બંધાયેલા છીએ. ગુણવત્તા, સેવા, સ્વચ્છતા અને સન્માન એ અમારા બિઝનેસનો મંત્ર છે. ગોલ્ડન ગેરંટી પ્રોગ્રામ હેઠળ અમે અમારા તમામ આઉટલેટ્સ ખાતે સુરક્ષાના 42 માનકોનું પાલન કરીએ છીએ, જેમાં કિચનની નિયમિત સફાઇ અને સેનિટાઇઝેશન સામેલ છે. અમદાવાદના એક આઉટલેટ ખાતે બનેલા કથિત બનાવ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. વારંવાર તપાસ છતાં અમને ત્યાં કંઈ ખોટું થયાનું માલુમ પડ્યું નથી. આ મામલે અમે તંત્રને પૂર્ણ સહકાર આપી રહ્યા છીએ."