Home /News /ahmedabad /Exclusive: સાડા નવ લાખ યુવાનોની મહેનત પર રૂપિયા 30 હજાર ભારે પડ્યા, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા

Exclusive: સાડા નવ લાખ યુવાનોની મહેનત પર રૂપિયા 30 હજાર ભારે પડ્યા, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા

માત્ર 30 હજારમાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો.

GPSSB Exam Paper Leak: જુનિયર ક્લાર્ક પેપર લીકની ઈનસાઈડ સ્ટોરીની વાત કરીએ તો માત્ર 30 હજારમાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી પર Exclusive જાણકારી સામ આવી છે

અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB Exam Paper Leak)ના પેપર લીક કેસમાં એક તરફ ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા રાત્રે બે વાગ્યે આરોપીઓને ઉઠાવ્યા બાદ હવે વધુ એક મોટી સફળતા મળી છે. પેપર લીક કેસનો મુખ્ય આરોપી જીત નાયક હૈદરાબાદથી પકડાયો છે.

જુનિયર ક્લાર્ક પેપર લીકની ઈનસાઈડ સ્ટોરીની વાત કરીએ તો માત્ર 30 હજારમાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી પર Exclusive જાણકારી સામ આવી છે કે, માત્ર 30 હજારમાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થયો હતો. સાડા નવ લાખ યુવાનોની મહેનત પર રૂપિયા 30 હજાર ભારે પડ્યા હતા. હૈદરાબાદ પ્રિન્ટીંગ પ્રેસમાંથી 30 હજારમાં પેપર લીક થયુ હતું. પ્રિન્ટીંગ પ્રેસના લેબરે પેપર લીક કર્યું હતું. લેબરે માત્ર 30 હજારમાં પેપર જીત નાયકને આપ્યું હતું અને જીત પાસેથી પેપર પ્રદીપ પાસે પહોંચ્યું હતું ત્યાર બાદ પ્રદીપ પાસેથી પેપર કુખ્યાત મોરારી પાસવાન પાસે પહોંચ્યું હતું. અહીં જણાવી દઇએ કે, મોરારી અને ભાસ્કર ચૌધરી સંપર્કમાં હતા. મોરારી બિહારનો, ભાસ્કર ઝારખંડનો છે. ગુજરાતની પેપરફોડ ટોળકી ભાસ્કર ચૌધરી સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: સૌથી પહેલા જેના હાથમાં પેપર આવ્યું હતું તેને હૈદરાબાદથી દબોચી લેવાયો

નોંધનીય છે કે આ પહેલા 16 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. જ્યારે બાકીના આરોપીઓ ગુજરાતના છે. પેપર લીક કેસમાં એક કમિટી પણ રચવામાં આવી છે જે પરીક્ષાની તારીખ અંગે મહત્વની જાહેરાત કરશે અને તપાસનો રિપોર્ટ સરકારને સોંપશે.



હૈદરાબાદથી પકડાયેલો મુખ્ય આરોપી જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. જેણે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. પ્રદીપ નાયકને ATS દ્રારા રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા આરોપીની પૂછપરછ દરમિયાન થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા. કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ સક્રિય હતું. પ્રદીપ નાયકનું ઓડીસાનું ગ્રુપ હતું. બિહાર લાઈનમાં મોરારી પાસવાનનું ગ્રુપ હતું. જીત નાયકનું ગ્રુપ પ્રિન્ટીંગ પ્રેસ સાથે જોડાયેલું હતું.
First published:

Tags: Government job, Paper leak, પેપર લીક

विज्ञापन