LRD પેપરલીકઃ પરીક્ષાર્થીઓએ STની ટિકિટ તો લેવી જ અને આ વાતનું રાખવું ધ્યાન!
News18 Gujarati Updated: December 31, 2018, 7:34 AM IST

પ્રતિકાત્મક તસવીર
- News18 Gujarati
- Last Updated: December 31, 2018, 7:34 AM IST
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા બોર્ડ દ્વારા ફરી પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું જે આગામી 6 જાન્યુઆરીએ યોજાશે, સાથે જ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ફરીથી પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે આવવા જવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં ST બસની સુવિધા કરવામાં આવી છે, ત્યારે ઉમેદવારોએ નિશૂલ્ક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે STની વ્યવસ્થા કરવામાં આવી છે.
STની મુસાફરી દરમિયાન જે તે ઉમેદવારે ટિકિટ લેવાની રહેશે, પરંતુ આ ટિકિટ શૂન્યની હશે. ઉમેદવારોના આવવા જવાનું ભાડું રાજ્ય ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે ST વિભાગ દ્વારા શૂન્યની ટિકિટ આપી મુસાફરી કરાવશે.
પરીક્ષા આપવા જનારના બસના ભાડાને ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. 5 અને 6 જાન્યુઆરીની મુસાફરીના વિનામૂલ્યે ઓનલાઈન- ઓફલાઈન બુકિંગ અને ડેપોવાઈઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.ઈબીટીએમમાં કંન્ડક્ટરો 0 (શૂન્ય) ટિકિટ ઈશ્યુ કરવા માટે LRD EXAM ઓપ્શન પસંદ કરીને આપવાની રહેશે. તેના માટે પરીક્ષાર્થીના ઓરિજિનલ ફોટો આઈડી ચેક કરવાના રહેશે. કોલલેટરનો નંબર નાંખી રૂટની વિગતો સાથે ટિકિટ ઈશ્યું કરવાની રહેશે.

Loading...