ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ - પૂરો કાર્યક્રમ

માર્ચ 2019ની બોર્ડની પરિક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: December 5, 2018, 6:31 PM IST
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ - પૂરો કાર્યક્રમ
માર્ચ 2019ની બોર્ડની પરિક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
News18 Gujarati
Updated: December 5, 2018, 6:31 PM IST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા જાહેર થતા ધોરણ 10માં અંદાજીત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં અંદાજીત 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

ધોરણ - 10ની પરિક્ષાનો કાર્યક્રમધોરણ 12 સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ


ધોરણ - 12 વિજ્ઞાનપ્રવાહનો કાર્યક્રમતો આ બાજુ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરિક્ષા 30 માર્ચે યોજવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી દોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓનલાઈન પોર્મ ભરતી વખતે સર્વરમાં સતત બંગાણ સર્જાઈ રહ્યું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. વારંવાર બોર્ડને આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી રહી છે.

બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પણ લંબાવવામાં આવી હતી. પરંતુ આજની સ્થિતિએ પણ એક ફોર્મ ભરવામાં 40થી 45 મિનીટનો સમય લાગતો હોવાથી શિક્ષણ બોર્ડમાં લેખિતમાં ફરિયાદ થઈ છે.
First published: December 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...