Home /News /ahmedabad /ચૂંટણી ટાણે જ મેડિકલના વિધાર્થીઓની પરીક્ષા, વિધાર્થીઓએ કરી આ માગણી

ચૂંટણી ટાણે જ મેડિકલના વિધાર્થીઓની પરીક્ષા, વિધાર્થીઓએ કરી આ માગણી

વિધાર્થીઓએ દરેક પેપરમાં પરીક્ષા પહેલા એક દિવસની રજા આપવા રજૂઆત કરી છે.

Examination of medical students: ચૂંટણીમાં તો ઉમેદવારી કરી રહેલા ઉમેદવારઓની તો પરીક્ષા થવાની જ છે, પણ ચૂંટણી ટાણે જ મેડિકલના વિધાર્થીઓની પરીક્ષા આવતા વિધાર્થીઓની મુશ્કેલી વધી છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે. આમ તો ચૂંટણીમાં તો ઉમેદવારી કરી રહેલા ઉમેદવારઓની તો પરીક્ષા થવાની જ છે, પણ ચૂંટણી ટાણે જ મેડિકલના વિધાર્થીઓની પરીક્ષા આવતા વિધાર્થીઓની મુશ્કેલી વધી છે. આવામાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદની આગેવાનીમાં વિધાર્થીઓએ દરેક પેપરમાં પરીક્ષા પહેલા એક દિવસની રજા આપવા રજૂઆત કરી છે.

MBBS દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા

ચૂંટણીને લઈ આગામી ડિસેમ્બર માસમાં 1લી અને 5મી ડિસેમ્બરએ મતદાન છે અને 8મી ડિસેમ્બરએ પરિણામ છે. તેવામાં  MBBS દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા 02 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. જેને પુનઃનિર્ધારિત કરવા તેમજ પરીક્ષામાં દરેક પેપર પછી એક દિવસની રજા આપવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પુરતો સમય મળી રહે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે માગ્યું પોલીસ પ્રોટેક્શન!

શું કહે છે મેડિકલના વિદ્યાર્થી?

આ અંગે મેડિકલના વિદ્યાર્થી ડો. મૌલિક ઠક્કર જણાવે છે કે, વિદ્યાર્થીઓની પરીક્ષા ચૂંટણી સમયે યોજાઈ રહી છે. જે મામલે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાને આવેદન પત્ર આપ્યું છે અને ડિસેમ્બરમાં ચૂંટણી સમયે જ એમબીબીએસની બીજા વર્ષની પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેને રિશિડ્યુલ કરવા અમે રજૂઆત કરી છે. ગુજરાત યુનિવર્સિટીના બીજા વર્ષના 1650 વિદ્યાર્થીઓ છે. જેમને ચૂંટણીના સમયે વોટીંગ કરવાનો મોકો મળશે. આ ઉપરાંત પહેલા પહેલી અને બીજી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં દરેક પેપર વચ્ચે રજાઓ મળતી હતી. જેનાથી વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષાની તૈયારી કરી શકતા હતા. પરંતુ તે રજાઓ કોવિડના કારણે રદ કરી નાંખવામાં આવી હતી. હવે જ્યારે કોવિડના કેસો ગુજરાતમાં નથી, ત્યારે ફરી પરીક્ષામાં દરેક પેપર અગાઉ ઓછામાં ઓછી એક રજા આપવાનો નિયમ શરુ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ બે માંગણીઓ પર ગુજરાત યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ધ્યાન આપી નિર્ણય કરે તેવી માંગ છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ ABVPના વિધાર્થી નેતાઓની આગેવાની હેઠળ રજૂઆત કરી છે. જો બે દિવસમાં આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિઉગ્ર આંદોલન કરશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Exam, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन