બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત

News18 Gujarati
Updated: November 17, 2019, 3:11 PM IST
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બેઠક વ્યવસ્થાના મુદ્દે પરીક્ષાર્થીઓ હેરાન થયા હતા.

ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી આ પરીક્ષામાં છેલ્લી તક

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board) દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કની (non Secretariat Clerck)ની પરીક્ષા શાંતિપૂર્ક માહોલમાં સમાપ્ત થઈ હતી. 3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે આ પરીક્ષા આપશે. બેઠક વ્યવસ્થા બદલાવાના કારણે અનેક વિદ્યાર્થીઓને હાલાકીનો સામાનો કરવો પડ્યો હતો તેમ છતાં એકંદરે પરીક્ષા શાંતિપૂર્વક માહોલમાં સમાપ્ત થઈ હતી.

સુરત : સુરતમાં બિનસચિવલય કલાર્કની પરીક્ષામાં 54 હજાર વિદ્યાર્થીઓ બેસશે. આ વિદ્યાર્થીઓ 153 બિલ્ડીંગમાં 1801 ક્લાસરૂમમાં પરીક્ષા આપી હતી.સુરતમાં 4 ઝોન માં પરીક્ષાનું આયોજન કરાયું હતું. શહેરની અઠવાલાઇન્સ ઝોન માં 39 બિલ્ડિંગમાં 14250 ઉમેદવારો, અડાજણ ઝોનમાં 38 બિલ્ડીંગ માં 13350 ઉમેદવારો, કતારગામ અમરોલી ઝોન માં 40 બિલ્ડીંગ માં 12900 વિદ્યાર્થીઓ, કતારગામ વેદરોડ ઝોન માં 36 બિલ્ડીંગ માં 13505 ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ હતી. તમામ બિલ્ડીંગ અને કલાસરૂમમાં cctv ની વ્યવસ્થા કરાઈ હતી.

રાજકોટ : બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રાજકોટમાં 53 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજકોટમાં 177 બિલ્ડિંગમાં લેવાશે પરીક્ષા. તમામ બિલ્ડિંગમાં સી.સી.ટી.વી કેમેરા મૂકાયાં હતા. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અગાઉ ફાળવેલા 3 કેન્દ્ર અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાતા શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.

સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિની ગંધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે આ પરીક્ષા આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં પરીક્ષાર્થીઓએ આક્ષેપ કરતાં કહ્યું છે કે, 'એમ.પી શાહ કોમર્સ કોલેજમાં પેપરનાં સીલ તૂટેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.'
Loading...

 
First published: November 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...