Home /News /ahmedabad /અમદાવાદમાં મિલકતની બબાલ! પુત્રએ જાતે ઘસરકા માર્યા, વહુએ લગાવ્યો સસરા પર છેડતીનો આરોપ

અમદાવાદમાં મિલકતની બબાલ! પુત્રએ જાતે ઘસરકા માર્યા, વહુએ લગાવ્યો સસરા પર છેડતીનો આરોપ

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન

અમદાવાદના પૂર્વ મહિલા કાઉન્સિલરના ઘરનો કકળાટ પોલીસ મથકે પહોંચ્યો, બને પક્ષે નોંધાઈ ફરિયાદ. જાણો શું છે આખો મિલકતનો વિવાદ.

અમદાવાદ: પૂર્વ વિસ્તારના પૂર્વ મહિલા કાઉન્સિલરના ઘરનો કકળાટ પોલીસ મથકે પહોંચ્યો છે. મિલકત પોતાના નામે કરી આપવા પુત્ર અને વધુ માતા પિતા સાથે ઝગડયા અને માર મારી ધમકી આપતા હતાં. પોલીસને ફોન કરવાનું કહેતા પુત્ર ગભરાઈ ગયો અને જાતે જ કોઈ હથિયારના ઘસરકા પોતાના શરીરે મારી દીધા હતા. તો બીજીતરફ પુત્રવધુએ માનસિક શારીરિક ત્રાસ અને સસરા વિરુદ્ધ છેડતીના આરોપ લગાવતા સમગ્ર મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલ ગામ રોડ પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી 40 વર્ષીય યુવતી પતિ અને દીકરા સાથે રહે છે. તેના પતિ સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મહિલાનો પતિ કોર્ટ જવા નીકળ્યો હતો ત્યારે ઘરની બહાર આવતા મહિલાના સસરા ઉભા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમે ઝાપો બંધ કરતા નથી તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા.

દંપતીએ ગાળો બોલવાની મનાઈ કરતા સસરા આવેશમાં આવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી એક છરો લાવી ગળાના ભાગે મારવા જતા મહિલાનો પતિ વચ્ચે આવી ગયો હતો. મહિલાનો આક્ષેપ છે કે, તેના સસરા અને સાસુ છેલ્લા પાંચ વર્ષથી હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે. ચારેક વર્ષ પહેલાં મહિલાના સસરાએ રૂપિયા 11લાખ પિતા પાસેથી લઈ આપવાનું જણાવતા મહિલા લાવી નહોતી. ત્યારથી તેના સસરા તેને હેરાન પરેશાન કરતા હતા.

આ પણ વાંચો: વડોદરાના 'યુનાઇટેડ વે'ના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે પણ હોબાળો

મહિલાના પતિ ઘરે હાજર ન હોય ત્યારે તેના સસરા ઘરમાં આવી મહિલાનો હાથ પકડતા મહિલાના સાસુ સસરા અવારનવાર મોટી વગ ધરાવતા હોવાનું કહી મહિલાની સાસુ પૂર્વ કાઉન્સિલર હોવાથી અમારું કંઈ બગાડી નહીં શકે તેમ કહી ધમકીઓ આપતા હતા. જેને લઇને મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે સાસુ સસરા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: કોલેજીયન યુવાને પાણીપુરીને બ્રાન્ડ બનાવા ખોલ્યો બિઝનેસ

તો બીજી તરફ સસરાએ પણ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, સવારે તેઓ તેમના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે દીકરો અને તેની પત્ની ઘરેથી બહાર જવા નીકળ્યા હતા. ત્યાં એકાએક તેઓને જોઈ પાછા આવી તારી બધી મિલકત મારા નામે કરવાની છે કે નહીં? તેવું કહ્યું હતું. જેથી વૃદ્ધે તેના દીકરાને ના પાડતા દીકરો થેલામાંથી અણીદાર કોઈ વસ્તુ કાઢી વૃદ્ધ પિતાને કોણી પર લિસોટા મારી દીધા હતા. બાદમાં મારી નાખવાની ધમકીઓ આપી હતી  તેની પત્ની એ પણ સાસુને માર માર્યો હતો. વૃદ્ધે તેઓની પત્નીને પોલીસને ફોન કરવાનું કહેતા તેઓનો દીકરો ગભરાઈ ગયો હતો અને ઘરમાંથી ચપ્પુ મંગાવી જાતે તેના હાથમાં ઘસરકા મારી દીધા હતા.
" isDesktop="true" id="1256924" >

આમ પુત્ર અને પુત્રવધુ મિલકત તેના નામે કરાવી લેવા અવારનવાર ધમકી આપી માર મારી પરેશાન કરતા વૃદ્ધએ દીકરા અને પુત્રવધુ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन