'અમેરિકાએ અફઘાનિસ્તાનને હથિયાર ટેસ્ટિંગનું મેદાન બનાવી દીધું'

Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 11:37 AM IST
'અમેરિકાએ અફઘાનિસ્તાનને હથિયાર ટેસ્ટિંગનું મેદાન બનાવી દીધું'
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ અમેરિકી કાર્યવાહી વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાનમાં સૌથી મોટો બિન પરમાણું બોમ્બ ફેંકવાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢું છું.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 11:37 AM IST
નવી દિલ્હી #અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ અમેરિકી કાર્યવાહી વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાનમાં સૌથી મોટો બિન પરમાણું બોમ્બ ફેંકવાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢું છું.
અમેરિકાએ જે કર્યું છે એ આતંકવાદ વિરૂધ્ધ લડાઇ નથી, આ અમાનવીય અને ખતરનાક છે. આપણા દેશનો ઉપયોગ નવા અને ખતરનાક હથિયારોના ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવી રહ્યો છે.
કરજઇએ આગળ લખ્યું કે, અમેરિકાની હરકતો વિરૂધ્ધ અફઘાનિસ્તાને ઉભા થવું પડશે અને એને રોકવું પડશે.
અહીં નોંધનિય છે કે, અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન પર સૌથી મોટો બિન પરમાણું બોમ્બ ફેંકી આતંકી સંગઠન આઇએસઆઇએસ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી છે. મધર ઓફ ઓલ બોમ્બ કહેવાતા આ શક્તિશાળી બોમ્બને સાંજે 7 કલાકે અફઘાનિસ્તાનમાં નાનગરહારના અચિન જિલ્લામાં આવેલ ઇસ્લામિક સ્ટેટના ખોરાસુન જુથની સુરંગોને નિશાન બનાવાઇ છે.
First published: April 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर