પૂર્વ પાક સુરક્ષા સલાહકારનો ખુલાસો, 26/11 હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પૂર્વ પાક સુરક્ષા સલાહકારનો ખુલાસો, 26/11 હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ
આતંકીઓના તાલીમ કેમ્પ ચલાવતા પાકિસ્તાનનો ચહેરા ફરી એકવાર દુનિયા સામે બેનકાબ થયો છે. 26/11 મુંબઇ હુમલામાં સતત પુરાવાનું રટણ કરનાર પાકિસ્તાન વિશ્વ સામે ભોંઠું પડે એવી સ્થિતિ સર્જાઇ છે. પાકિસ્તાનના જ એક સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમએ દુર્રાનીએ આ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. દુર્રાનીએ કહ્યું કે, 26/11 મુંબઇ આતંકી હુમલાને પાકિસ્તાની આતંકીઓએ જ અંજામ આપ્યો હતો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #આતંકીઓના તાલીમ કેમ્પ ચલાવતા પાકિસ્તાનનો ચહેરા ફરી એકવાર દુનિયા સામે બેનકાબ થયો છે. 26/11 મુંબઇ હુમલામાં સતત પુરાવાનું રટણ કરનાર પાકિસ્તાન વિશ્વ સામે ભોંઠું પડે એવી સ્થિતિ સર્જાઇ છે. પાકિસ્તાનના જ એક સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમએ દુર્રાનીએ આ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. દુર્રાનીએ કહ્યું કે, 26/11 મુંબઇ આતંકી હુમલાને પાકિસ્તાની આતંકીઓએ જ અંજામ આપ્યો હતો. આતંકવાદને દુનિયા માટે ગંભીર ખતરો જણાવતાં એનએસએ દુર્રાનીએ કહ્યું કે, એના ખાતમા માટે ક્ષેત્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર પર તમામને એક નક્કર રણનીતિ બનાવવાની જરૂર છે. 26 નવેમ્બર 2008ના દિવસે મુંબઇ પર થયેલા આતંકી હુમલાને પાકિસ્તાની આતંકીઓ જ અંજામ આપ્યો હતો. મને એ સ્વીકાર કરતાં ઘણું ખરાબ લાગી રહ્યું છે પરંતુ આ સચ્ચાઇ છે. પાકિસ્તાનના આતંકી સંગઠન જમાદ ઉદ દાવા જેડીયૂના વડા હાફિજ સઇદ અંગે પુછાયેલા એક સવાલ અંગે એનએસએ દુર્રાનીએ કહ્યું કે, તે પાકિસ્તાન માટે બેકાર છે. આશા છે કે, પાકિસ્તાન સરકાર એને સજા કરે. દુર્રાનીએ એ પણ કહ્યું કે, મુંબઇ હુમલામાં પાકિસ્તાન સરકાર અને આઇએસઆઇની આમાં ક્યાંય ભૂમિકા ન હતી. જમાત ઉદ દાવાના ચીફ હાફિજ સઇદ અંગે તેમણે કહ્યું કે, તે બેકાર છે અને પાકિસ્તાનના કોઇ કામનો નથી. તો સર્જિકલ સ્ટ્રાઇક અંગે પુછાયેલા સવાલ અંગે દુર્રાનીએ કહ્યું કે, મેં કોઇ સર્જિકલ સ્ટ્રાઇક જોઇ નથી. ના કોઇ લાશ જોઇ છે કે ના કોઇ બરબાદી, જોકે એમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે દોસ્તી કર્યા વિના વિકાસ કરી શકે એમ નથી.
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर