Home /News /ahmedabad /પૂર્વ આઈપીએસ ડી.જી. વણજારા હવે ચૂંટણી મેદાનમાં ઃ નવા રાજકીય પક્ષની કરી જાહેરાત 

પૂર્વ આઈપીએસ ડી.જી. વણજારા હવે ચૂંટણી મેદાનમાં ઃ નવા રાજકીય પક્ષની કરી જાહેરાત 

પૂર્વ આઈપીએસ ડી.જી. વણજારા

ભાજપમાંથી ટિકિટ ન મળતા રાજકીય પક્ષ બનાવ્યો તે સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે, ડી.જી. વણઝારાનું ટિકિટ કરતા મોટું વ્યક્તિત્વ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઝંપલાવવા તમામ ઉમેદવારો થનગની રહ્યાં છે. હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે પૂર્વ આઈપીએસ ડી.જી. વણજારાનું. ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગમાં હવે પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણજારા મેદાને ઉતરવાના છે. તે માટે તેઓએ પોતાના નવા પક્ષની જાહેરાત કરી દીધી છે. આ પક્ષનું નામ આપવામાં આવ્યું છે પ્રજા વિજય પક્ષ.

પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણજારાનો  દાવો છે કે, ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો સફાયો કરી નિર્ભય પ્રજા રાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે પ્રજા વિજય પક્ષની વિધિવત ઘોષણા થઈ છે. તેઓએ જણાવ્યું કે, 182 વિધાનસભામાં સંતોને ચૂંટણી લડાવવા માટે પ્રજા વિજય પક્ષ કટિબદ્ધ છે. પક્ષને સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે, ધીમી પણ મક્કમ ગતિએ રાજ્યના ચૂંટણી મેદાનમાં આવી ગયો છે.લોકોને નવો રાજકીય વિકલ્પ પુરો પાડશે.

આ પણ વાંચો: 'મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ગુજરાત ચૂંટણી પર નહીં પડે'

ભાજપમાંથી ટિકિટ ન મળતા રાજકીય પક્ષ બનાવ્યો તે સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે,  ડી.જી. વણઝારાનું ટિકિટ કરતા મોટું વ્યક્તિત્વ છે. જ્યાંથી ઉભા રહે ત્યાંથી લાઇન શરૂ થાય છે. અહીં સવાલ વિચારધારાનો છે. તેઓએ એમ પણ કહ્યું કે, રાજ સત્તાની સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. ભાજપનેને ધર્મ સત્તા ખપતી નથી. રાજ સત્તા પર તેમને મોનોપોલી છે. ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. બિન હિન્દુત્વ વાદી પક્ષોનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: Live: કેજરીવાલ, પી.ચિદમ્બરમ ગુજરાતમાં તો સીએમ પટેલ અને પાટીલ દિલ્હીમાં

મોરબીની દુર્ઘટનાને તેમણે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા અને સરકારની નિષફળતા ગણાવી. મહત્વનું છે કે, 1987 બેચના આઈપીએસ અધિકારી ડી જી વણઝારા ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી, એટીએસ ચીફ જેવી મહત્વનની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે વધુ જાણીતા બન્યા હતા.
" isDesktop="true" id="1280695" >તેઓને એન્કાઉન્ટરના કેસમાં જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેકવાર તેઓ ટ્વીટ કરી રાજકારણમાં જોડાવાના સંકેત આપી ચુક્યા છે. અને આખરે તેઓએ તેમના નવા પક્ષની જાહેરાત કરી દીધી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन